શું તમે પણ તમારા ફોનમાં આ એપ્લિકેશનનો કરો છો ઉપયોગ? તો તાત્કાલિક કરો ડિલીટ

Do you also use this app on your phone? So delete immediately

એન્ડ્રોઈડ સ્માર્ટ ફોન યુઝર્સને એક વખત ફરીથી ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ વખતે એન્ડ્રોઈડ યુઝર્સને 8 મેલિશિયસ એપ્સ માટે ચેતવણી આપવામાં આવી છે. જો કે, ગુગલે સમય રહેતા આ એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી. જો કે, હજી પણ ઘણા યુઝર્સના મોબાઈલમાં આ એપ્સ હોઇ શકે છે, જેણે આ એપ્સને ડાઉનલોડ કરી હતી. આ ઉપરાંત આ એપ્સના APK વર્ઝન પણ ગુગલ પર ઉપલબ્ધ છે. જેને લઇને ફ્રેન્ચ રિસર્ચર Maxime Ingrao એ વોર્નિગ આપી છે. 

Do you also use this app on your phone? So delete immediately

અહીં પણ તમને આ એપ્સની યાદી બતાવી રહ્યાં છે, જેને તમે તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાંથી તાત્કાલિક ડિલીટ કરી દો. આ એપ્સ મેલેશિયસ હોવાના કારણે તમારા ફોનમાંથી પર્સનલ ડેટા અને બીજી માહિતી ચોરી શકે છે. જેનાથી તમને ઘણુ નુકસાન થાય છે. Vlog Star Video Editor એપને પણ આ કેટેગરીમાં રાખવામાં આવી છે. આ એપને 1 મિલિયનથી વધુ યુઝર્સ ડાઉનલોડ કરી ચૂક્યા છે. આ સિવાય Creative 3D Launcherને પણ જો તમે ડાઉનલોડ કર્યુ છે તો તેને તાત્કાલિક ડિલીટ કરી દો. આને પણ લાખો વખત ડાઉનલોડ કરવામાં આવ્યું છે. 

Do you also use this app on your phone? So delete immediately

ફની કેમેરાને પણ ફોનમાંથી તાત્કાલિક ડિલીટ કરી દો. જેમકે નામ પરથી સ્પષ્ટ છે, આ કેમેરા એપ કેમેરા ફિલ્ટર ઑફર કરે છે. જેને 5 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આ સિવાય Wow Beauty Camera એપને પણ ફોનમાંથી રિમૂવ કરી દો.