કરોડપતિ બનવું દરેક વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ આ સપનાને વાસ્તવિકતામાં બદલવામાં બહુ ઓછા લોકો સક્ષમ હોય છે. જો કે, આયોજન, બચત અને રોકાણ કરવામાં આવે તો કરોડપતિ બનવાનું સપનું આસાનીથી પૂર્ણ થઈ શકે છે. આજે અમે તમને એક્સપર્ટને ધ્યાનમાં લઈને એવો જ એક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, કે તમે તમારું ધનવાન બનવાનું સપનું સાકાર કરી શકશો. ધારી લો કે જો તમે પહેલા પગારથી બચત કરવાનું શરૂ કરો તો આગામી 10 વર્ષમાં તમારી ગણતરી પણ કરોડપતિઓમાં થઈ જશે.

બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ એપ્સિલન મનીના સહ-સ્થાપક અને સીઇઓ અભિષેક દેવે કરોડપતિ બનવાની ફોર્મ્યુલા આપી છે. દેવ કહે છે કે પ્રથમ પગારના રોકાણને શિસ્તનો ભાગ બનાવવાની શ્રેષ્ઠ તક છે. લાંબા ગાળામાં મોટી સંપત્તિ બનાવવા માટે પ્રથમ પગારમાંથી જ એક ભાગ અલગ રાખો. ખર્ચની બાબતમાં સાવધાની રાખો અને પગાર માત્ર જરૂરી વસ્તુઓ પર જ ખર્ચ કરો, જરૂરી ખર્ચ પછી પગારનો જે પણ ભાગ બાકી રહે તેને યોગ્ય રીતે પસંદ કરેલ ઇક્વિટી અને બેલેન્સ ફંડમાં SIP શરૂ કરો.

અભિષેક દેવ સમજાવે છે કે, SIP માટે યોગ્ય ફંડ પસંદ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ વિતરક અથવા રોકાણ સલાહકારની મદદ લઈ શકાય છે. તેમણે કહ્યું કે, આ સાથે દર એક વર્ષે રોકાણની સમીક્ષા કરવી જોઈએ. તમે SIPની રકમ કેટલી વધારી શકો છો તે જોવું જોઈએ. તેમણે કહ્યું કે, આમ કરવાથી તમને તમે તમારા લક્ષ્ય પ્રમાણે સાચી દિશામાં ચાલી રહ્યા છો કે નહીં એ પણ ખબર પડી જશે. દેવે વધુમાં કહ્યું કે, ધનવાન બનવાના બે સરળ રહસ્યો છે, વહેલા રોકાણ કરવાનું શરૂ કરો અને નિયમિત રીતે રોકાણ કરો.