ભારત અને આયરલેન્ડ વચ્ચે પહેલી ટી-20માં જે નજારો જોવા મળ્યો તે જોયા બાદ એવુ કહી શકાય કે જે પિક્ચર જોવા ગયા હતા તેના બદલે બીજુ કોઈ પિક્ચર જોઇને આવ્યાં. ભુવનેશ્વર કુમાર પાસેથી સૌથી ફાસ્ટ બોલ ફેંકવાની દરેક પ્રશંસક આશા કરી શકે છે. ઉમરાન મલિક આવુ કરે તો વાત સમજાય છે, કારણકે બોલ ફાસ્ટ નાખવો તેની તાકાત છે. પરંતુ ભારત-આયરલેન્ડ વચ્ચે પહેલી ટી-20માં જે બોલરની બોલની સ્પીડ ઝડપી આંકવામાં આવી છે, તે છે ભુવનેશ્વર કુમાર. સ્પીડોમીટરે ભુવનેશ્વર કુમારની જે બોલને તેજ બતાવી તેની સ્પીડ 208 કિમી પ્રતિ કલાક માપવામાં આવી. હવે આ આંકડો ઉમરાન મલિક તો શું શોએબ અખ્તરના નામે નોંધાયેલા વર્લ્ડ રેકોર્ડથી પણ વધુ છે. પરંતુ આ આખી કહાનીમાં જે હકીકત છે, તે ટેકનિકલ ખામીનો શિકાર છે.
આયરલેન્ડ સામે પહેલી ટી-20માં સ્પીડોમીટરે ભુવનેશ્વર કુમારને સૌથી ફાસ્ટ બોલર જણાવ્યો. તેણે ઈનિંગ દરમ્યાન તેની પહેલી બોલની ઝડપ 201 kmph માપવામાં આવી. ત્યારબાદ બીજી બોલ જે ભુવીએ ફેંક્યો તેને 208 kmph સ્પીડ જણાવી. ક્રિકેટ પ્રેમીઓ ઉમરાનની ઝડપ જોવા માટે ઉત્સુક હતા. પરંતુ સ્પીડોમીટરે તેમને ભુવનેશ્વર કુમારની સ્પીડ જણાવતુ હતુ. એટલું જ નહીં, વર્લ્ડ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ બોલ 161.3 kmphની ઝડપે નાખવાનો રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના નામે છે. પરંતુ ભુવનેશ્વર કુમારની માપવામાં આવેલી સ્પીડ તેમનાથી અનેક ગણી વધારે છે.
ભુવનેશ્વર કુમાર બોલિંગમાં સ્વિંગના માસ્ટર છે. ફાસ્ટ બોલ નાખવો તેની ક્યારેય પણ તાકાત રહી નથી. તેમની બોલ 130kmph થી 145 kmphની સ્પીડ પર કમાલ કરે છે. એવામાં સ્પષ્ટ છે કે આયરલેન્ડ સામે પહેલી ટી-20માં જોવા મળી તે ટેકનિકલ ખામી છે. આ ટેકનિકલ ખામીના કારણે ક્રિકેટ પ્રેમીઓ થોડી ક્ષણ માટે ચોંકી ગયા.