આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવમાં સતત ઘટાડો! સ્થાનિક લેવલે કોઈ ફેરફાર નહીં

Despite a steady decline in crude oil prices in the international market, there is no change at the domestic level

આંતરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ સતત ઘટયા છે. સતત ઘટી રહેલા ભાવ છતાં સ્થાનિક કક્ષાએ પેટ્રોલ ડીઝલનાં ભાવમાં કોઈ ઘટાડો જોવા મળી રહ્યો નથી.  ઇંડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા આજે પેટ્રોલ ડીઝલનાં લેટેસ્ટ ભાવની જાહેરાત કરી દેવામાં આવી છે. જે અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 96 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનાં ભાવ 89 રૂપિયા પ્રતિ લિટર ચાલી રહ્યા છે. સતત 92 દિવસથી દેશમાં પેટ્રોલ ડીઝલનાં ભાવમાં ઓઇલ કંપનીઓ દ્વારા ખાસ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

Despite a steady decline in crude oil prices in the international market, there is no change at the domestic level

આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલનાં ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. એટલો મોટો ઘટાડો કે ભાવ હવે પર બેરલ 95 ડોલર સુધી આવી ગયા છે. WTI ક્રૂડના ભાવ 90 ડોલર પર બેરલ સુધી નિચે આવી ગયા છે અને આજે 89.65 ડોલર પર બેરલ સુધી આવી ગયા છે. તો ગ્લોબલ ઓઇલ બેન્ચમાર બ્રેન્ટ ક્રૂડ 95.51 ડોલર પ્રતિ બેરલ પર ટકી રહ્યા છે. 

Despite a steady decline in crude oil prices in the international market, there is no change at the domestic level

જાણો આજનો કેટલો ભાવ છે

દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે
મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર છે
ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર છે
કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર