લાજવાબ લારીવાળો , લારીવાળો યુવાન રોજ સુટ-બુટમાં આવી સ્ટ્રીટફૂડની લારી ચલાવે છે

લારીના પકવાન તો ઘણા ખાધા હશે પણ , આવો લારીવાળો નહી જોયો હોય !!

દિલ્હીનો એક લારીવાળો યુવાન રોજ સુટ-બુટમાં આવી સ્ત્રીટફૂડની લારી ચલાવે છે

પાણીપુરી , આલુટીક્કી , ચાટ જેવી ખાવાની વસ્તુઓના નામ સાંભળી જ મોઢામાં પાણી આવી જાય છે, આજ કારણે આ વસ્તુઓની રેકડી દરેક ગલીમાં જોવા મળશે.

સામાન્ય રીતે સ્ટ્રીટફૂડને લઈ લોકોના વિચાર કઈક અલગ જ હોય છે, આજકાલના ભણેલા-ગણેલા યુવાનો રસ્તા પર રેકડી રાખીને કામ કરવામાં સંકોચ અને શરમ અનુભવતા હોય છે, અને આ કામને નાનુ ગણતા હોય છે પરંતું, દિલ્હીમાં એક એવી ચાટની દુકાન છે કે જેને લોકોની વિચારધારાના બદલી નાખી.

આમ ,તો કોરોનાકાળમાં ઘણા બધા લોકો બેરોજગાર બન્યા છે ત્યારે કોઈ એક મુવીનો ડાયલોગ જાણે આજના યુવાધનને દિલો દિમાગમાં ઉતરી ગયો હોય કે ” કોઈ ભી ધંધા છોટા નહીં હોતા ,ઔર ધંધે સે બડા કોઈ ધર્મ નહીં હોતા ” એમ અનેક શિક્ષિત યુવાનોએ ભણતર હોવા છતાં રોજગારી માટે ખાણીપીણી અને અન્ય ધંધાઓનો સહારો લીધો હતો અને ત્યારબાદ નોકરી કરતાં ધંધામાં વધુ નફો નજરે પડતાં તે જ ધંધાને આગળ ચલાવી રાખવાનું પસંદ કરી રહ્યા છે.

દિલ્હીમાં એક 22 વર્ષિય યુવક સ્ટ્રીટફૂડની લારીને સામાન્ય લારીવાળા જેમ નહીં પણ સુટબુટમાં સજ્જ થઇને રોયલ સ્ટાઈલથી સ્વાદિષ્ટ પકવાન બનાવી લોકોને પીરશે છે.મૂળ પંજાબ રહેવાસી આ યુવાન પણ અન્ય યુવકોની જેમ ભણેલો ગણેલો છે, તે પહેલાં પણ સારા એવા ફૂડ આઉટલેટમાં કામ કરી ચૂક્યો છે પરંતુ, કોરોનાકાળ દરમિયાન યુવક પોતાની નોકરી ગુમાવતા પોતાના મહેનત , લગન અને આવડતના દમ પર પોતાની બચતનો ઉપયોગ કરીને ફાસ્ટફૂડ સર્વિસ શરૂ કરી. તેની આ સુટ-બુટ પહેરી પકવાન બનાવી સર્વ કરવાની અલગ સ્ટાઇલથી યુવાન ઘરે-ઘર ફેમસ થઈ ગયો છે
ઘરે-ઘર ફેમસ થઈ ગયો છે.લોકો આ યુવાનના ભરપૂર વખાણ કરી રહ્યા છે , રસ્તા પર રેકડી રાખીને કામ કરવામાં શરમ અનુભવતા યુવાનો માટે આ સ્ટાઇલિશ લારીવાળો યુવક અનેક લોકો માટે પ્રેરણારૂપ બની ગયો છે.