Site icon Meraweb

દહેગામના વન વિભાગ દ્વારા ગેરકાયદેસર વેચાણમાં રખાયેલા કાચબાઓને બચાવાયા

Dehgam forest department rescued turtles from illegal sale

દહેગામના ચિસકારી ગામે વિભાગની ટીમે રેડ કરી દેવીપુજક વાસ પાસેથી 75 નંગ સુરજ કાચબાને બચાવ્યા હતા. જેમાં કાચબાનો ગેરકાયદેસર વેપાર કરનારા શખ્સો સામે વન્ય પ્રાણી સરક્ષણ અધિનિયમની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દહેગામ તાલુકાના કેટલાક લોકો સુરજ કાચબાને જંગલમાંથી લઈ તેનો ગેરકાયદેસર વેપાર કરતા હોવાનો મામલો સામે આવ્યો છે. જેની માહિતી સર્વધર્મ રક્ષક સેવા ટ્રસ્ટ દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને આપવામાં આવી હતી.

આ સાથે તેઓ સ્ટાફની ટીમને લઈ ચિસકારી પહોંચીને દેવીપૂજક વાસ પર રેડ પાડી હતી. આ ઉપરાંત ત્રણ અલગ-અલગ મકાન પાસેથી પણ સુરજ કાચબા મળી આવ્યા હતા. તેમાં કાચબાનો કબજો કરી ગેરકાયદેસર કાચબાનું વેચાણ કરનારા લોકો સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.