જામનગરના વેપારીના મુંબઈ અભ્યાસ કરતા ૧૩ વર્ષના પુત્રનું હૃદય રોગના હુમલાથી નિધન થતાં ભારે ગમગીની

Deeply saddened after the death of a 13-year-old son of a businessman from Jamnagar who was studying in Mumbai due to a heart attack

મુંબઈથી મૃતદેહને જામનગર લાવ્યા પછી બપોર બાદ તેની અંતિમવિધિ: પરિવારમાં ભારે શોક છવાયો

જામનગર તા ૧૦, જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને પુરસ્કાર ગિફ્ટ શોપ નામની પેઢી ચલાવતા જામનગરના વેપારી સચીનભાઈ વેણીલાલ ગંઢેચાના ૧૩ વર્ષની વયના પુત્ર ઓમનું મુંબઈ માં હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નીપજ્યું હોવાથી ભારે કરુણતા સર્જાઇ છે, અને પરિવારમાં શોક છવાયો છે.

સચિનભાઈનો ૧૩ વર્ષનો પુત્ર ઓમ કે જે મુંબઈમાં અભ્યાસ કરતો હતો, અને તેને આજે સવારે એકાએક હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નીપજયું હોવાથી પરિવારમાં ભારે શોકમગ્ન વાતાવરણ બની ગયું છે. આજે તેના મૃતદેહને જામનગર લાવવામાં આવ્યો છે, અને બપોર બાદ કામદાર કોલોની વિસ્તારમાં આવેલા પુષ્પ એપાર્ટમેન્ટમાંથી તેની અંતિમયાત્રા કાઢવામાં આવશે આ દુઃખદ સમાચારને લઈને ઘેરા શોકની લાગણી ફેલાઇ છે.માત્ર ૧૩ વર્ષની વયના કિશોરના હ્રદય રોગના હુમલાથી નિધન થતાં પરિવાર ભારે શોકાતુર  બન્યો છે.