જામનગર મનપા વિસ્તારમાં હજી પણ ગાયોના મૃતદેહના ઢગલા જોવા મળ્યા. જામનગર મનપા વિસ્તારમાં એક સપ્તાહ બાદ હજુ પણ પહેલા જેવી જ સ્થિતિ છે. જામનગરમાં અંદાજીત ૧૦૦ ગૌવંશના ઢગલા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલની મુલાકાત બાદ પણ સરકારી ચોપડે સબ સલામતના દાવા કરવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિ ગંભીર બની રહી છે.
લમ્પી વાયરસે જામનગર જિલ્લાના અલિયાબાડામાં પણ એવી જ આફત સર્જી છે અહીં 200થી વધુ પશુઓના મોત થઇ ચૂક્યા છે. પશુપાલકો બરબાદ થઇ ચૂક્યા છે અને તેઓને આશા હતી સહાયની પણ પશુપાલન મંત્રી રાઘવજી પટેલે સહાયની વાત પર પાણીઢોળ કરી દેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
લમ્પી વાયરસ કોઈ નવો નથી. ભારતમાં 2019માં ઓડિશામાં પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યાર બાદ અન્ય રાજ્યોમાં આ વાયરસ ફેલાયો. અને ગત વર્ષે મહારાષ્ટ્રમાં આ વાયરસે હાહાકાર મચાવ્યો હતો. જોકે લમ્પીગ્રસ્ત પશુનું દૂધ પીવાથી મનુષ્યને કોઈ આડઅસર થતી નથી. જોકે સામાન્ય રીતે દૂધને ઉકાળવું જોઈએ જેથી તેમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય. એટલે કે લમ્પી વાયરસથી મનુષ્યને કોઈ ખતરો નથી અને લોકોએ ડરવાને બદલે દૂધનો ઉપયોગ ગરમ કર્યા બાદ જ કરવાનો છે.