જામનગરમાં કરોડોના બોગસ બીલનું કૌભાડ ઝડપાયું! એકની ધરપકડ

Crores of bogus bills scam caught in Jamnagar! Arrest of a merchant

સ્ટેટ ગુડ્ઝ એન્જ સર્વિસ ટેક્સ એટલેક SGST દ્વારા રૂપિયા 26.78 કરોડના બોગસ બિલિંગ કૌભાંડ મારફતે રૂ. 11.30 કરોડની ખોટી રીતે ઇન પુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડના તાર જામનગરમાં નીકળ્યા છે. ત્યારે આ કૌંભાડના માસ્ટર માઇન્ડ અને મુખ્ય આરોપી એવા જામનવગરના વેપારી યોગેશ નગીનદાસ વોરાની ધરપકડ કરી છે. SGST વિભાગે આ કૌભાંડમાં ઝડપેલા યોગેશને જામનગર મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરીને આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી છે.

Crores of bogus bills scam caught in Jamnagar! Arrest of a merchant

તાજેતરમાં અમદાવાગ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર સહિતના રાજ્યાના વિવિધ શહેરોમાં 41 વેપારીઓના 56 ધંધાકીય સ્થળો પર પાડવામાં આવેલા સાગમટે દરોડામાં બોગસ પેઢીઓ અને આ પેઢીઓ મારફત કરાયેલા વ્યવહારોમાં બેનીફિશયરી વેપારીઓને સપ્લાય ઇન્વોઇસ ઇસ્યું કરવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ તપાસમાં મળેલી વિગતોનું એનાલિસિસ કરીને બોગસ બિલિંગ મારફતે ખોટી રીતે ITC મેળવનાર વેપારીઓની યાદી તૈયાર કરાઇ હતી.

Crores of bogus bills scam caught in Jamnagar! Arrest of a merchant

મળતી માહિતી મુજબ SGST વિભાગ દ્વારા જામનગરની મે. વૈભવ ઇન્ડસ્ટ્રીઝમાં પાડવામાં આવેલા દરોડા અને તપાસમાં 19 જેટલી બોગસ પેઢીઓ પાસેથી માલની ભૌતિક પરવાનગી કર્યા વિના 62 કરોડ 78 લાખની ખરીદીના વ્યવહારો મળ્યા હતા અને રૂપિયા 62.78 કરોડના વ્યવહારો ઉપર 11 કરોડ 30 લાખની ખોટી રીતે ITC મેળવી હોવાનું જોવા મળ્યું છે. આ કૌભાંડમાં સંડોવાયેલા મે. વૈભવ ઇન્ડસ્ટ્રીઝના માલિક યોગેશ નગીન વોરાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જામનગરની મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરીને આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે.