સુરત જાલી નોટ કૌભાંડના તાર જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા સુધી લંબાયા છે.સુરત ગ્રામ્ય પોલીસે કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના હિતેશ પટેલને સુરત નકલી નોટો સાથે ઝડપી પાડતા નોટોનું મસમોટું કૌભાંડ કાલાવડના મોટા વડાળા ગામે ઝડપાયું છે.સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા મોટા વડાળા ગામે હિતેશ પટેલને સાથે રાખી માંડવીના ભુકામાંથી 2000ની જાલી નોટો ઝડપી પાડી છે.કાલાવડ ગ્રામ્ય પોલીસને સાથે રાખી સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા મોટા વડાળા ગામે 20 કરોડની નકલી નોટો ઝડપી પાડી જાલી નોટોનું કૌભાંડ કાલાવડથી ઝડપી પાડ્યું છે.
સુરતના કામરેજ ખાતેથી ગઈકાલે 25.80 કરોડની નકલી નોટો ઝડપાયા બાદ સુરત પોલીસ દ્વારા પૂછપરછ કરતા હિતેશ કોટડીયા નામનો વ્યક્તિ જે કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામનો છે જ્યાં બાકીની નોટો તેને ત્યાં તેના ઘરે રાખી હતી આથી સુરત પોલીસ દ્વારા તેને સાથે લઈને કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામેથી મગફળીના ભુકામાં 20 કરોડની નોટો ઝડપી પાડી છે.મોટા વડાળા ગામનો હિતેશ કોટડીયા સુરત ગ્રામ્ય પોલીસે કામરેજ ખાતે દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની એક એમ્બ્યુલન્સને રોકાવી જેમાં જુદા જુદા બોક્સમાં 25.80 કરોડની 2000 ની જાલી નોટો ઝડપી હતી.મૂળ કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામનો હિતેશ કોટડીયા અમીર બાપનો દીકરો અને ગરીબ બાપની દીકરી નામની ફિલ્મનું શૂટિંગ માટે આ નોટોની કોપી કરી હોવાની વિગતો પોલીસે જાહેર કરી છે.સુરત ગ્રામ્ય પોલીસે કાલાવડ ગ્રામ્ય પોલીસને સાથે રાખી નકલી નોટોનું ઓપરેશન પાર પાડ્યું છે.
જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના જણાવ્યા અનુસાર ગઈકાલે સુરત પોલીસે સુરત જિલ્લામાં બનાવટી નોટ શબબ કાર્યવાહી કરી હતી જેમાં ખુલેલી વિગતોના અનુસંધાને સુરત પોલીસે આજે કાલાવડ પંથકમાં ઓપરેશન પાર પાડ્યું છે.
જેને લઈને આજે સુરત પોલીસે કાલાવડ પંથક પહોંચી હતી અને એક અવરો મકાનના મગફળીના ભુક્કામાંથી વધુ 20 કરોડ ઉપરાંતની જાલી નોટ કબજે કરી છે.
જોકે આ નોટ ક્યાં છાપી છે? અને ખરેખર ફિલ્મ માટે ઉપયોગ કરવાનો હતો કે કેમ? તે અંગે પોલીસ દ્વારા હાલ તપાસ ચલાવવામાં આવી રહી છે