Site icon Meraweb

ગુજરાતમાં ફરી કોરોનાનો ભરડો? છેલ્લા 24 કલાકમાં 425 નવા કેસ નોંધાયા

Corona again in Gujarat? 425 new cases were reported in the last 24 hours

ફરી એકવાર  રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહી છે. રોજે રાજ્યમાં કોરોનાના કેસ 400 થી વધુ આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 425 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 663 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.86 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 3,480 એક્ટિવ કેસ છે. જેમાંથી 20 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 3,460 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,51,694 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. અમદાવાદમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,994 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 145 કેસ સામે આવ્યા છે. રાજકોટ કોર્પોરેશનમાં 47, વડોદરા કોર્પોરેશનમાં 43, સુરત કોર્પોરેશનમાં 15, અમરેલીમાં 14, સુરતમાં 14, મહેસાણામાં 13, કચ્છમાં 12, વલસાડમાં 12, ગાંધીનગરમાં 11, ગાંધીનગર કોર્પોરેશનમાં 10, નવસારીમાં 10, જામનગર કોર્પોરેશનમાં 9, રાજકોટમાં 8, વડોદરામાં 8, પોરબંદરમાં 7, પાટણમાં 6, અમદાવાદમાં 5, બનાસકાંઠામાં 5, ભરૂચમાં 4, સુરેન્દ્રનગરમાં 4, તાપીમાં 4, પંચમહાલમાં 3, સાબરકાંઠામાં 3, આણંદમાં 2, અરવલ્લીમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 2, ખેડામાં 2, મોરબીમાં 2, ગીર સોમનાથમાં 1, જામનગરમાં 1 અને જૂનાગઢમાં 1 કેસ નોંધાયો છે.

જો હવે ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 271 દર્દી સાજા થયા છે. રાજકોટ કોર્પોરેશનમાં 27, વડોદરા કોર્પોરેશનમાં 91, સુરત કોર્પોરેશનમાં 37, અમરેલીમાં 3, સુરતમાં 29, મહેસાણામાં 23, કચ્છમાં 18, વલસાડમાં 6, ગાંધીનગરમાં 12, ગાંધીનગર કોર્પોરેશનમાં 16, નવસારીમાં 14, જામનગર કોર્પોરેશનમાં 4, રાજકોટમાં 17, વડોદરામાં 8, પોરબંદરમાં 13, પાટણમાં 12, અમદાવાદમાં 5, બનાસકાંઠામાં 7, ભરૂચમાં 8, સુરેન્દ્રનગરમાં 4, તાપીમાં 1, સાબરકાંઠામાં 18, અરવલ્લીમાં 10, ખેડામાં 2, મોરબીમાં 3, ગીર સોમનાથમાં 2 અને દાહોદમાં 2 દર્દીઓ સાજા થયા છે.