Site icon Meraweb

કોંગ્રેસના ધારાસભ્યો થવા લાગ્યા ગાયબ: જાણો શું થઇ ચર્ચા

Congress MLAs begin to disappear: Find out what happened

મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવ્યા પછી હવે કોંગ્રેસ માટે ગોવામાં પણ મુશ્કેલી ઊભી થઈ છે. ગોવામાં તેમની સરકાર તો નથી પરંતુ તે રાજ્યમાં બીજી સૌથી મોટી પાર્ટી છે. કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઊભી તેમની જ પાર્ટીના નેતા માઈકલ લોબો અને પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતે કરી છે.ગોવા વિધાનસભામાં વિપક્ષના નેતા માઈકલ લોબો અને કામત પર આરોપ છે કે તેણે પોતાના ધારાસભ્યોને વિભાજિત કરી સત્તાધારી પક્ષ ભાજપમાં જોડવાનું ષડયંત્ર રચ્યું હતું. કોંગ્રેસ ગોવાના દિનેશ ગુંડુ રાવે લોબો પર પાર્ટીને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર રચ્યું. ગુંડુરાવે કહ્યું હતું કે આ એ જ લોકો છે જેમણે ચૂંટણી પહેલા પરમેશ્વર સામે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ ક્યારેય પાર્ટી છોડશે નહીં અને ક્યારેય પક્ષપલટો નહીં કરે. તેમણે આરોપ લગાવ્યો કે આ બંને નેતાઓ પાછળથી ભાજપ સાથે કામ કરી રહ્યા છે. 


બીજી બાજુ જોઈએ તો ગોવામાં કોંગ્રેસના 11માંથી 5 ધારાસભ્યો સંપર્કમાં રહ્યા નથી. જેમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતા મુકુલ વાસનિકને રાજ્યમાં તાજા રાજકીય ઘટનાક્રમ પર નજર રાખવા માટે ગોવા જવા માટે કહ્યું છે. રાવે કહ્યું કે પાર્ટીના પાંચ ધારાસભ્યો લોબો, કામત, કેદાર નાઈક, રાજેશ ફલદેસાઈ અને ડેલિયાલા લોબો સાથે સંપર્ક થઈ શકતો નથી.વર્ષની શરૂઆતમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 11 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપે 20 બેઠકો પર કબજો જમાવ્યો હતો. ગોવામાં એવો સમય સામે આવ્યો છે કે પાડોશી મહારાષ્ટ્રમાં પણ મોટી ઉથલપાથલ થઈ અને એકનાથ શિંદેના નેતૃત્વમાં સત્તાધારી શિવસેનાના કેટલાક ધારાસભ્યો બળવાખોર બનતા મહાવિકાસ આઘાડીની સરકાર પડી ગઈ.