દ્વારકા કોંગ્રેસના નેતા અને આહીર સમાજના ભામાશાની છાપ ધરાવતા મેરગ કાના ચાવડાએ ભાજપમાં નોંધાવી દાવેદારી

દેવભૂમિ દ્વારકા કોંગ્રેસના એક દિગ્ગજ બાહુબલી નેતા અને આહીર સમાજના ભામાશાની છાપ ધરાવતા મેરગ કાના ચાવડાએ ભાજપમાંથી દાવેદારી નોંધાવી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા નેતાઓના પક્ષ પલટાનો દોર શરૂ થયો છે. દેવભૂમિ દ્વારકામાં પણ કોંગ્રેસના એક નેતા પાર્ટી બદલવાની તૈયારીમાં છે. કોંગ્રેસના બાહુબલી નેતા મેરગ કાના ચાવડાએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ખંભાળિયા બેઠક માટે ભાજપમાં નોંધાવી દાવેદારી છે. આ સમાચાર સામે આવતા જ દેવભૂમિ દ્વારકામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે.

કોંગ્રેસના બાહુબલી નેતા મેરગ કાના ચાવડા ઉપરાંત તેમના ભાઈ ભીમસીં કાના ચાવડાએ પણ ભાજપમાંથી દાવેદારી નોંધાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. આ બંને ભાઈઓ કોંગ્રેસથી વિમુખ થતા કોંગ્રેસમાંથી મોટું પત્તુ કપાયું છે. 

કોંગ્રેસના બાહુબલી નેતા મેરગ કાના ચાવડાની વાત કરીએ તો અગાઉ તેઓ જિલ્લા પંચાયતમાં સહકાર અને સિંચાઈ વિભાગમાં ચેરમેન અને ભાટિયા APMCમાં ચેરમેન પણ રહી ચુક્યા છે.