Site icon Meraweb

નરેશ પટેલ જાશે કોની સંગાથ ?? આપ અને કોંગ્રેસને નરેશ પટેલ વિના ગમતું નથી.

૨૦૨૨ વિધાનસભાની ચૂંટણીનો સમય નજીક આવ્યો છે.ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.ત્યારે બધા રાજકીય પક્ષો દ્વારા તોડજોડની નીતિ અપનાવવામાં આવી રહી છે.ત્યારે ખોડલધામ ટ્રસ્ટનાં સર્વેસર્વા નરેશ પટેલને રાજકીય પક્ષો દ્વારા ખુલ્લું આમંત્રણ આપવામાં આવી થયું છે.૨૦૨૨ વિધાનસભાની ચૂંટણીને હવે મહિનાઓ બાકી છે ત્યારે  આ ચૂંટણીમાં ખરાખરીના ખેલ માટે ત્રી પંખીઓ જાંગ જામ્યો છે.

નરેશ પટેલ રાજકારણમાં ઝંપલાવે તેવી અટકળો ઘણા સમયથી ચાલી રહી છે.ત્યારે નરેશ પટેલ દ્વારા હજુ મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી તો બીજી તરફ રાજકીય પક્ષો નરેશ પટેલને તેમના પક્ષમાં સમાવવા માટે કંકોત્રીઓ લખી રહ્યા છે.બે ત્રણ દિવસ પૂર્વે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ દ્વારા નરેશ પટેલને પત્ર લખીને કોંગ્રેસમાં આવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.તો આજે ફરી એક વખત આપ નેતા ઈશુદાન ગઢવી દ્વારા નરેશ પટેલને આપમાં આવવા માટે ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે.

બંને પક્ષો નરેશ પટેલને તેમની પાર્ટીમાં ભેળવવા માટે માથા પછાડી રહ્યા છે ત્યારે નરેશ પટેલને શું કરવું છે?  તે સમજાતું નથી.કારણકે હાર્દિક પટેલના આમંત્રણને લઈને નરેશ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મને કોઈ પત્ર મળ્યો નથી મને તો બધી પાર્ટીઓ માંથી  આમંત્રણ આવી રહ્યા છે.નરેશ પટેલ સી.આર પાટીલ ને મળ્યા તેથી તેઓ ભાજપમાં પ્રવેશે તેવી વાતો ચાલે છે ત્યાં હવે આ નવો ફણગો ફૂટ્યો છે .. એવો સવાલ પણ થઈ રહ્યો છે કે પાટીદાર આંદોલન શરૂ કરાવીને પટેલ પોતાના રાજકારણમાં પ્રવેશનો તખ્તો તૈયાર કરી રહ્યા છે?

હવે નરેશ પટેલ કોની સંગાથે જાય છે તે જોવું મહત્વનું રહેશે ..કે પછી રાજકારણમાં પ્રવેશ કરવા માટે હજુ તેઓ તેમના રાજકરણના પ્રવેશ માટેની તખ્તો તૈયાર કરી રહ્યા છે ?? તે જોવું મહત્વનું રહેશે.પરંતુ ૨૦૨૨ વિધાનસભા ચૂંટણી પહેલાં નરેશ પટેલનો નિર્ણય ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે..