ભારે વરસાદના લીધે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ છે, જેમાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા બાદ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ માટે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાજ્યમાં વરસાદથી થયેલા નુકસાની અંગે ચર્ચાઓ કરવામાં આવશે

છેલ્લા એક સપ્તાહથી સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે.જેમાં
જોઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે પુર જેવી પ્રવર્તી રહી છે. ત્યારે આ કેબિનેટની મિટીંગમાં રાજ્યમાં વરસાદને લઈને થયેલા નુકસાન બાબતે થશે ચર્ચા હાથ ધરવામાં આવશે. તેમજ અમદાવાદમાં વરસાદને લઈને ઉભી થયેલી સ્થિતિને થાળે પાડવા અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે આ સાથે આ બેઠકમાં રાજ્યના કેટકલક જળાશયોની સ્થિતિ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે .