CM પદની ગરિમાનું અપમાન કરતો વિડીયો સોશીયલ મીડિયમાં વાયરલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સ્વાભાવિક રીતે રાજકીય લોકોને પછાડવાના તેમના હિત શત્રુઓ દ્વારા પ્રયત્નો થતાં હોય છે, પરંતુ આ વખતે તો CM પદની ગરિમાનું અપમાન કરતો એક વિડીયો સોસિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ભાજપને બદનામ કરવા કેટલાક લોકો સક્રિય હોય તેવી વાતો લોકોમાં વહેતી થઈ છે . વિજય રૂપાણી સીએમ હતા ત્યારે તેમના બાવા હિન્દીના વીડિયો વાયરલ કરી એમની મજાક ઉડાવવામાં આવતો હતો તેમજ હાલમાં ભૂપેન્દ્ર પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વિડિયોના દ્રશ્યો ૧૨મી માર્ચનો છે. આ વિડિયોના જાણવા મળતા તથ્યો પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં જતાં પહેલાં રોડ-શો અર્થાત ખુલ્લી જીપમાં સવાર થવાના હતા. બેઉને રોડ-શો માટે ખુલ્લી જીપ (Thar)મા ઉભા રહેવાનું હતું. બુલેટપ્રુફ કારમાંથી મોદી ઉતર્યા ત્યારે તેમના પહેલાં જ પ્રોટોકોલ+સિક્યોરિટી કારણોસર મુખ્યમંત્રીને ખુલ્લી જીપમાં બેસવાનું હતું. કારણ કે આ જીપમાં પાછળની સીટ પર જવા આગળની સીટ ઉંચી કરવી પડે તેવી વ્યવસ્થા હતી. એથી મુખ્યમંત્રીને વડાપ્રધાન પહેલાં જ જીપમાં બેસી જવાનું હતું. પરંતુ નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાદા- સીધા માણસ છે. પહેલીવાર SPG + PM પ્રોટોકોલ વચ્ચે હોવાથી તેમને મોદી પહેલા બેસવાની ખબર પડી નહી. આથી સલામતી રક્ષકોએ તેમને બીજી તરફથી ખુલ્લી જીપમાં સવાર થવા કહ્યું અને દોરીને લઈ જવાયાં હતા . એ દર્શ્યો આ વાઇરલ વિડીયોમાંથી કાપી દેવાયા હોય તેવું ચર્ચાઇ રહ્યું છે અને આ વીડિયોને એડિટ કરીને મોદીને અને સીએમ ભૂપેન્દ્ર પટેલની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા આ પ્રકારનો વીડિયો વાયરલ કરાયો હોવાની ગુજરાતમાં ચર્ચા ચાલી રહી છે. આ વીડિયો મામલે મેરા વેબ કોઈ પણ પ્રકારની પુષ્ટી કરતું નથી પણ આ વીડિયો વાઇરલ કરવાનો આશય સીએમ પદની ગરીમાનું અપમાન કરવાનો છે જે હેતુ સ્પષ્ટ થાય છે .