બાંધકામવાળી જમીનનો વેચાણ દસ્તાવેજ “ખુલ્લા પ્લોટ”ની જમીન તરીકે ન કરવા સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર દ્વારા નાગરિકોને અનુરોધ

બાંધકામવાળી જમીનની ખુલ્લા પ્લોટ તરીકે નોંધણી કરાવવામાં આવે તો ખુટતી ડયુટીની ૧૦ ગણી રકમ સુધી વસુલ કરવા અંગેની કાર્યવાહી થઈ શકે છેજામનગર જિલ્લામાં બિનખેતી થયેલ જમીન ખરીદ કરતા સમયે તે અંગેના વેચાણ દસ્તાવેજ સબંધીત સબરજીસ્ટ્રાર કચેરી ખાતે નોંધણી કરાવતી વખતે જો જમીન ઉપર કોઈપણ પ્રકારનું બાંધકામ હોય અને વેચાણ દસ્તાવેજ જો “ખુલ્લા પ્લોટ” ની જમીન તરીકે નોંધણી કરાવવી એ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮ ની જોગવાઈઓનો ભંગ ગણાય છે. બાંધકામવાળી જમીન “ખુલ્લા પ્લોટ” વાળી જમીન તરીકે નોંધણી કરાવવામાં આવે તો ખુટતી સ્ટેમ્પ ડયુટી સહિત દંડ તરીકે રૂા.૫ થી ખુટતી ડયુટીની ૧૦ ગણી રકમ સુધી વસુલ કરવા અંગેની કાર્યવાહી અત્રેની કચેરી દ્વારા કરવામાં આવશે. જેથી બાંધકામવાળી જમીનનો વેચાણ દસ્તાવેજ “ખુલ્લા પ્લોટ”ની જમીન તરીકે ન કરવામાં આવે તેની નોંધ લેવા જામનગર જિલ્લાના તમામ નાગરીકોને નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્ર જામનગરની યાદીમાં જણાવાયું છે.