કચ્છના મુંદ્રા પોર્ટ પરથી વધુ એક વખત ઝડપાયો કરોડોના મૂલ્યની સિગારેટનો જથ્થો

Biggest news before IPL, Rohit Sharma to say goodbye to Mumbai Indians!

કચ્છના મુંદ્રા પોર્ટ પરથી વધુ એક વખત દાણચોરી કરી આયાત કરવામાં આવેલી અંદાજે 16 કરોડના મૂલ્યની સિગારેટનો જથ્થો ઝડપાયો છે. DRIએ મુંદ્રા પોર્ટ પર સપાટો બોલાવતા દાણચોરીથી ઇમ્પોર્ટ કરાયેલી 16 કરોડની સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે.
મુંદ્રામાંથી 16 કરોડનો સિગારેટનો જથ્થો ઝડપાયોમુંદ્રા પોર્ટ પર DRIએ ચોપડા પર રેડીમેડ ગારમેન્ટની આડમાં એક કન્ટેઇનરમાંથી વિદેશી સિગારેટ આયાત કરાઇ હતી. બાતમીના આધારે અમદાવાદ DRIએ આ કન્ટેઇનરની તપાસ કરતા તેમાં છૂપાવાયેલી 80.1 લાખ નંગની સિગારેટ સ્ટીક જપ્ત કરી હતી.ગોલ્ડફ્લેક બ્રાન્ડની સિગારેટના પાર્સલ પર મેડ ઇન તુર્કી અને મેડ ઇન ઇન્ડિયા પ્રિન્ટ કરાયેલું હતું.

મહત્ત્વપૂર્ણ છે કે વર્ષ 2022માં DRIએ દાણચોરી કરી ભારતમાં ઇમ્પોર્ટ કરાયેલી 108 કરોડથી વધુના મૂલ્યની સિગારેટનો જથ્થો જપ્ત કર્યો હતો.રેડીમેડ ગારમેન્ટના કન્સાઇનમેન્ટમાંથી સિગારેટનો જથ્થો ઝડપાયોઅમદાવાદ DRIએ રેડીમેડ ગારમેન્ટ તરીકે જાહેર કરાયેલા કંસાઇનમેન્ટમાં છુપાવેલ વિદેશી સિગારેટના કન્ટેનર લોડને જપ્ત કર્યું છે. કન્ટેનરમાંથી 80.1 લાખ સિગારેટની સ્ટીક્સ મળી આવી છે જેની અંદાજિત બજાર કિંમત 16 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.બાતમીના આધઠારે ડીઆરઆઇ અમદાવાદની ટીમે કંબોડિયા ફનોમ પેન્હ બંદરેથી મોકલેલ આયાત કન્ટેનરને મુદ્રા બંદરે અટકાવ્યું હતું.કન્સાઇનમેન્ટ રેડીમેડ ગારમેન્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને તે હજુરા પોર્ટ માટે નક્કી કરવામાં આવ્યું હતું. માલસામાનની વિગતવાર તપાસ દરમિયાન અધિકારીઓએ નોંધ્યુ હતું કે કન્ટેનરમાં રેડીમેડ ગારમેન્ટના પેકેટ હતા પણ તેની પાછળ તમામ પેકેટોમાં વિદેશી મૂળની સિગારેટ ગોલ્ડ ફ્લેક હતી. તે મુજબ પંચનામાની કાર્યવાહી હેઠળ કુલ 80.1 લાખની સ્ટીક્સ જપ્ત કરવામાં આવી છે. સિગારેટની કિંમત અંદાજે 16 કરોડ આંકવામાં આવે છે.