Site icon Meraweb

જામનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું કરવામાં આવ્યું ઉષ્માભર્યું સ્વાગત

Chief Minister Bhupendrabhai Patel received a warm welcome at Jamnagar Airport

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે તેમજ દ્વારકામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા જઈ રહ્યા છે ત્યારે જામનગર એરપોર્ટ ખાતે તેઓએ ટૂંકું રોકાણ કર્યું હતું.

જ્યાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર,શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલભાઈ કગથરા, ટુરિઝમ વિભાગના આર.એચ. શુક્લા, કમિશનર વિજય ખરાડી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ પુષ્પગુછ આપી સ્વાગત કર્યું હતું

આ સાથે નિવાસી અધિક કલેકટર મિતેષ પંડ્યા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદા, પ્રાંત અધિકારી આસ્થા ડાંગર, એરપોર્ટ ડાયરેક્ટર સચીન ખંગાર સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.