ફોનમાં બેટરી બુસ્ટરની આવી એપ્લીકેશન તમે તો નથી વાપરતાને? નહિતર પસ્તાવાનો પાર નહીં રહે

Caution! Are you not using such a battery booster application in your phone? Otherwise there will be no crossing of repentance

શું તમે પણ તમારા ફોન માટે એક બેટરી બૂસ્ટર એપ તપાસી રહ્યાં છો? અથવા તમને છેલ્લાં ઘણા દિવસોથી આ પ્રકારના એડ્સ અને નોટીફિકેશન આવી રહ્યાં છે? આ એપ્સના ચક્કરમાં તમને ભારે નુકસાન થઇ શકે છે. કારણકે આ એપ્સ તમારા ફોનની બેટરી વધારે કે ના વધારે. પરંતુ ડેટા જરૂર ચોરી કરી શકે છે. આવો જાણીએ તમને કેમ આ પ્રકારની એડ આવી રહી છે અને તેને કેમ ડાઉનલોડ ના કરવી જોઈએ. મોટાભાગના લોકોને બેટરી બૂસ્ટર અને ડેટા ક્લિનરના એડ્સ તરીકે જોવે છે. YouTube થી લઇને Google Chrome સુધી આ પ્રકારની એડ દેખાય છે. જેનુ કારણ ક્યાને ક્યાક યુઝર હોય છે. કારણકે મોટાભાગના લોકો વેબસાઈટ્સના નોટીફિકેશનને ભૂલથી એલાઉ કરી દે છે. ત્યારબાદ એવા લોકોને આવી એડ્સ અથવા પછી નોટીફિકેશન આવવા લાગે છે.

Caution! Are you not using such a battery booster application in your phone? Otherwise there will be no crossing of repentance

આવા એડ્સની સાથે એક મોટી સમસ્યા તે ફેક હોવાની હોય છે. આમ તો તમને તમારા ફોનમાં આ પ્રકારના કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર નથી. આવા મોટાભાગના એપ્સ તમારા ડેટા ચોરવાની દ્રષ્ટીએથી તૈયાર કરવામાં આવે છે. આ સ્થિતિમાં જો તમે આ એડ્સમાં બતાવતી એપ્સને ડાઉનલોડ કરો છો, તો નુકસાન થવુ નક્કી છે.  ખરેખર આ એપ્સનો ઉદ્દેશ્ય યુઝર્સનો ડેટા ચોરી કરવાનો હોય છે.

Caution! Are you not using such a battery booster application in your phone? Otherwise there will be no crossing of repentance

જો તમે આ એપ્સને ડાઉનલોડ કરશો તો શક્ય છે કે તમારો સ્માર્ટ ફોન હેક કરી લેવામાં આવે. અથવા પછી તેનો ડેટા ચોરી થઇ જાય. આ એપ્સ તમારા ID પાસવર્ડ નહીં, પરંતુ અંગત તસ્વીરો પણ ચોરી કરી શકે છે. આવા એપ્સની કોઈ યાદી નથી, પરંતુ તેની સંખ્યા ઘણી વધારે છે. આ પ્રકારના મોટાભાગના કેસમાં યુઝર્સને ખબર જ હોતી નથી કે તેનો ડેટા ચોરી થઇ રહ્યો છે.