Site icon Meraweb

શું રાષ્ટ્રીય ચિહ્નમાં થઇ શકે છે ફેરફાર: જાણો શું છે ભારતીય કાયદો

Can there be a change in the national symbol: Know what is Indian law

દેશના નવા બનેલા સાંસદ ભવનની છત પર જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશાળ અશોક સ્તંભનું લોકાર્પણ કર્યું છે ત્યારથી તેના પર વિવાદ
ચાલી રહ્યો છે. એવા પણ આરોપ લાગી રહ્યા છે કે અશોક સ્તંભની ડિઝાઈન સાથે છેડછાડ કરવામાં આવી છે. શિલ્પકારો પણ આ આરોપને નકારી રહ્યા છે, પરંતુ વિપક્ષ દ્વારા સતત આરોપો આવી રહ્યા છે

આ સ્થિતિમાં વિચાર આવે કે શું ખરેખરમાં ભારત સરકાર રાષ્ટ્રીય પ્રતિકમાં ફેરફાર કરી શકે ખરા. આ વિવાદનો જવાબ ભારતીય રાષ્ટ્રીય ચિન્હ એક્ટ 2005 સાથે જોડાયેલો છે. આ પછી જ્યારે આ કાયદાને 2007 માં અપડેટ કરવામાં આવ્યો હતો.સેક્શનમાં કહેવામાં આવ્યું છે કે જરૂરિયાત પડવા પર કેન્દ્ર સરકાર પાસે દરેક તે પરિવર્તન કરવાનો પાવર છે જેને તેઓ જરૂરી સમજે છે. તેમાં રાષ્ટ્રીય પ્રતીકોની ડિઝાઈનમાં ફેરફારની વાત પણ સામેલ છે. જોકે, કાયદા હેઠલ માત્ર ડિઝાઈન ફેરફાર કરી શકાય છે, સમગ્ર રાષ્ટ્રીય પ્રતીકને ક્યારે બદલી શકાતું નથી.