Site icon Meraweb

IPLના મેચમાં કેમેરાનો કંટ્રોલ હવે તમારા હાથમાં હશે! રિલાયન્સે આ જાહેરાત કરી

Camera control in IPL matches will now be in your hands! Reliance made this announcement

Reliance Industries Limited (RIL) એ પોતાની વાર્ષિક સામાન્ય સભામાં ઘણી મોટી જાહેરાત કરી છે. કંપની  આ વર્ષે દિવાળી સુધી દિલ્હી, મુંબઈસ ચેન્નઈ અને કોલકત્તા મેટ્રો શહેરોમાં 5જી શરૂ કરવાની છે. 5જી સેવા ડિસેમ્બર 2023 સુધી દેશભરમાં રોલઆઉટ કરવાનું લક્ષ્ય છે. આ દરમિયાન જિયોના ચેરમેન આકાશ અંબાણીએ Jio AirFiber ની પણ જાહેરાત કરી છે. 

તેમણે જણાવ્યું કે Jio AirFiber 5G નેટવર્ક પર ક્લાઉડ કમ્પ્યૂટિંગ અનુભવ પ્રદાન કરશે. Jio AirFiber 5G પર ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચોને UHD (4K રિજોલ્યૂશન) માં ઘણા વીડિયો સ્ટ્રીમ એક સાથે સુવિધા આપશે. એટલું જ નહીં મોબાઇલ પર મલ્ટીપલ કેમેરાના એન્ગલને તમારી અનુસાર જોઈ શકશો. એટલે કે મોબાઇલ સ્ક્રીન પર ઘણા કેમેરા એન્ગલ ચાલતા રહેશે, યૂઝર્સ જેને જોવા ઈચ્છે તેના પર ક્લિક કરી રિયલ ટાઇમ સ્ટ્રીમિંગને જોઈ શકે છે. 

આકાશ અંબાણીએ આ વિશે કહ્યુ- Jio AirFiber 5G તે નક્કી કરે છે કે તમારી પાસે આઈપીએલ ગેમ્સ માટે એક વધુ ઇમર્સિવ અનુભવ છે. પરંતુ આ ક્યારે શરૂ થશે તેની જાણકારી સામે આવી નથી. નોંધનીય છે કે Jio AirFiber 5G માં અલ્ટ્રા-લો લેન્ટેસી નેટવર્ક હશે.  ઉલ્લેખનીય છે કે ભારતીય ઉપમદાદ્વીપના ટીવી અધિકાર ડિઝ્ની સ્ટારે 23575 કરોડ રૂપિયા (57.5 કરોડ રૂપિયા પ્રતિ મેચ) માં ખરીદ્યા હતા, પરંતુ ડિજિટલ અધિકાર રિલાયન્સની વાયકોમ 18ને 20500 કરોડ રૂપિયામાં પોતાના નામે કર્યા હતા. એ અને બી પેકેજમાં આગામી પાંચ વર્ષની 410 મેચ સામેલ છે. વાયકોમે નોન એક્સક્લુઝિવ અધિકારોનું સી પેકેજ પણ 2991 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. પેકેજ ડીમાં વિદેશી ટીવી અને ડિજિટલ અધિકાર હતા જે વાયકોમ 18 અને ટાઈમ્સ ઇન્ટરનેટે 1300 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. આ સાથે એકલ પ્રસારકનો એકાધિકાર પણ ખતમ થઈ ગયો હતો.