Site icon Meraweb

2024 સુધીમાં દેશમાં 26 ગ્રીન એક્સપ્રેસ-વે બનશે! જાણો નિતિન ગડકરીએ શું કહ્યું

By 2024, there will be 26 green expressways in the country! Know what Nitin Gadkari said

2024 પૂર્ણ થશે તે પહેલાં દેશમાં 26 ગ્રીન એક્સપ્રેસ હાઈવે બનાવવામાં આવશે. જેના પર 125-130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી સફર પૂરી થશે. સડક તેમજ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં આ વાત કરી. તેમને દાવો કર્યો કે 2024 ખતમ થશે તે પહેલાં દેશના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમેરિકાની ટક્કરનું હશે.

નીતિન ગડકરીએ કહ્યું, ‘હાલ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ની આર્થિક સ્થિતિ ઘણી મજબૂત છે. હું ગૃહમાં ઓન રેકોર્ડ તે વાત કરી રહ્યો છું કે હું દર વર્ષે 5 લાખ કરોડ રૂપિયાની સડક બનાવી શકું છું. અમારી પાસે પૈસાની ઉણપ નથી. સંસદમાં કોઈ પણ પાર્ટીના સંસદને પૂછો, જેને પણ મારી પાસે સડક બનાવવા માટે પૈસા માગ્યા છે, મેં તેમના પૈસા સેંક્શન કર્યા છે. મેં કોઈ પાર્ટીના સાંસદને ઈનકાર નથી કર્યો.’

તેમને કહ્યું, ‘NHAIને AAA રેટિંગ મળ્યું છે. હાલમાં જ બે બેંકના ચેરમેન મારી પાસે આવ્યા અને તે બંનેએ મને 25-25 હજાર કરોડ રૂપિયા લોન આપવાનો પ્રસ્તાવ રાખ્યો. મને ફક્ત 6.45%ના વ્યાજદરે આ પૈસા મળ્યા છે. તેથી NHAIની પાસે સડક બનાવવા માટે ઘણાં જ પૈસા છે.’

ગડકરીએ કહ્યું કે હાલ ટોલ કલેક્ટ કરવા માટે અમારી પાસે એક સિસ્ટમ છે, પરંતુ અમે બે વિકલ્પ પર કામ કરી રહ્યાં છીએ. પહેલી છે સેટેલાઈટ આધારીત ટોલ સિસ્ટમ જેમાં કારમાં GPS લગાડેલું હશે અને તેમાંથી જાતે જ ટોલ કપાય જશે.

બીજી સિસ્ટમ છે- નંબર પ્લેટમાં બદલાવ. 2019થી જ અમે નવી રીતે નંબર પ્લેટ બનાવવાની ટેકનિક પર કામ કરી રહ્યાં છીએ. હવે મેન્યુફેક્ચર માટે આ નંબર પ્લેટ લગાડવી અનિવાર્ય હશે. જૂની નંબર પ્લેટ્સને નવી નંબર પ્લેટ્સ સાથે બદલાવવામાં આવશે. નવી નંબર પ્લેટથી એક સોફ્ટવેર જોડાયેલો હશે, જેનાથી ટોલ કપાશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભારત સરકારની એક સ્વાયત સંસ્થા છે. જેને 1955માં સ્થાપિત કરાયું હતું. તે દેશના 1,32,499 કિમી લાંબા નેશનલ હાઈવેમાંથી 50 હજાર કિમીના નેટવર્કના કામ જુએ છે. NHAIનું કામ છે અમ્બ્રેલા હાઈવે યોજના, ભારતમાલા યોજના માટે ફંડ આપવું. તેનો ઉદ્દેશ્ય NH લિંકેજવાળા જિલ્લાની સંખ્યાને 300થી વધીને 550 કરવાનું છે. આ ઉપરાંત સડકના કાંઠે રેસ્ટરૂમ, ફુડ પ્લાઝા અને મેડિકલ સુવિધાઓની વ્યવસ્થા કરવી અને છોડ ઉગાડવાની જવાબદારી પણ આ સંસ્થાની છે.