ભારતમાં કોરોનાનો બૂસ્ટર ડોઝ ફ્રીમાં આપવાનું શરૂ થઈ ગયું છે. જેમાં ત્રીજા ડોઝ માટે અગાઉ લોકોને પૈસા ખર્ચવા પડતા હતા, પરંતુ આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર PM મોદી સરકારે આગામી 75 દિવસ સુધી મફતમાં આપવાની જાહેરાત કરી છે.થોડા દિવસ આ નિર્ણય પહેલા જ પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. અને આ પછી પીએમ મોદીએ પોતે ટ્વીટ કરીને જણાવ્યુ હતું કે રસી એ કોરોના સામેની લડાઈ છે. તેમજ આ નિર્ણય ભારતની રસીકરણ અભિયાનને આગળ વધારવા માટે કામ કરશે.સરકારના આ નિર્ણય બાદ દેશની તમામ સરકારી હોસ્પિટલોમાં કોરોનાની રસી ફ્રીમાં લગાવી શકાશે.

આ ઉપરાંત સરકાર દ્વારા આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કારણ કે, કોરોનાની પ્રથમ અને બીજી રસીના ડોઝ માટે લોકોમાં જે ઉત્સાહ હતો, તે જ બૂસ્ટર ડોઝને લઈને જોવા મળ્યો ન હતો.તેનું કારણ એ પણ હતું કે બંને ડોઝ સામાન્ય લોકોને મફતમાં આપવામાં આવી રહ્યા હતા. જેમાં ત્રીજા ડોઝ માટે તેમને પૈસા ચૂકવવા પડ્યા હતા.તો બીજી તરફ કોરોનાના કેસોમાં ઘટાડો થવાને કારણે, લોકોમાં આવી બેદરકારી જોવા મળી હતી. ઘણા આરોગ્ય નિષ્ણાતો વારંવાર ચેતવણી આપી રહ્યા છે કે લોકોએ તેમના સ્વાસ્થ્ય સાથે રમત ન કરવી જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે બૂસ્ટર ડોઝ મેળવવો જોઈએ, કારણ કે દેશમાંથી કોરોના નાબૂદ થયો નથી. હજુ ગઈકાલે જ 20 હજાર જેટલા કોરોના કેસ નોંધાયા હતા.





















