અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા હિંડોરણા પુલ પર ગંભીર અકસ્માત થયો હતો. બગદાણાથી ઉના જઈ રહેલી બોલેરો ગાડીનો અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતા ગામ લોકો તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્ત લોકોને એમ્બ્યૂલન્સની મદદથી સારવાર માટે રાજુલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. બોલેરો ગાડીમાં સવાર 20 જેટલા લોકોને ઇજા થઇ હતી. અકસ્માતને લઈ હાઇવે પર ટ્રાફિક જામ થયો થયો હતો.
રાજુલા પોલીસે ધટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
વિગતો એવી પણ સામે આવી છે કે, ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં અકસ્માતમાં 15થી 20 જેટલા યાત્રાળુઓને ઇજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી રાજુલા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને અત્યારે પોલીસે પણ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.