Site icon Meraweb

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે કેજરીવાલને દેશની સુરક્ષા માટે ખતરારૂપ ગણાવ્યા, રાજનીતિમાં આવ્યો મોટો વળાંક

ગુજરાત રાજ્યની વિધાનસભા 2022ની ચૂંટણીને અંતર્ગત તમામ પાર્ટીઓ તૈયારીઓમાં પૂર જોશમાં જોડાઈ છે. ત્યારે આ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે Twitter કટાક્ષ ભર્યું twitte કરતા રાજકાણમાં ગરમાવો આવ્યો છે. સીઆર પાટીલે ફરી એક વખત દિલ્હીના મુખ્યપ્રધાન અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. સીઆર પાટિલે કેજરીવાલને દેશની સુરક્ષા માટે ખતરારૂપ ગણાવ્યા છે.

પાટિલે ટ્વિટ કરી જણાવ્યું કે ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલિસ્તાનની માંગણી કરવી એ બંધારણીય અધિકાર છે એવું માનતા અરવિંદ કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે..