જામનગર જિલ્લાની ત્રણેય બેઠકો પર ભાજપની સેન્સ પ્રક્રીયા પૂર્ણ, ઉમેદવારોનો રાફડો ફાટતા ઇલેશન પૂર્વેનું સિલેકશન મોટો પડકાર

જામનગર જીલ્લાની  વિધાનસભાની 3 બેઠક પર ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે .જામનગર ગ્રામ્ય-77, કાલાવડ 76, અને જામજોધપુર 80 બેઠક માટે કુલ 96 દાવોદારોએ ટીકીટની માંગણી કરી છે.સૌથી વધુ 56 દાવેદારો કાલાવડ બેઠકમા નોંધાયા છે તો જામનગર ગ્રામ્યમા 22 દાવેદારો અને જામજોધપુરમા 18 દાવેદારો નોંધાયા છે .3 બેઠક પર વર્તમાન કૃષિમંત્રી સહીત 7 પુર્વ ધારાસભ્ય ટીકીટની રેસમાં છે.પ્રદેશ ભાજપના હોદેદારો, જીલ્લા અને તાલુકા પંચાયતના અનેક સભ્યોએ  દાવેદારી નોંધાવી છે.

76 કાલાવડના બેઠક અનુસૂચિત જાતિ માટેની અનામત છે, જામનગર જીલ્લાભરમાંથી 56 દાવેદારોએ આ બેઠક પસંદ કરી છે.3 પૂર્વ ધારાસભ્ય  લાલજી સોલંકી, મેધજી ચાવડા અને મનહર ઝાલાએ દાવો કર્યો છે.મનહર ઝાલા જે રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના પુર્વ ચેરમેનના પરીવારના 3 સભ્યોની  દાવેદારી નોંધાઈ છે.તો બીજી તરફ વર્ગ 2ના અધિકારી , ગાંધીનગર ખાતે ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા દિપક ઝાલા એ દાવેદારી કરી છે.પ્રોફેસર, તબીબ, આચાર્ય,વકીલ, પૂર્વ ઉમેદવાર સહીતના ટીકીટ ઈચ્છુકોએ માંગણી કરી છે.મહત્વની વાત એ છે કે વધુ પડતા શિક્ષિત વર્ગના લોકોએ ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી છે .કુલ 56 દાવેદારોમાંથી સ્થાનિક કાલાવડના 10 દાવેદારો , ધ્રોલ જોડીયા વિસ્તારમાંથી 7 જેટલા દાવેદારો ,જામનગર શહેરમાથી 17 જેટલા દાવેદારોએ આ બેઠક પર ચૂંટણી લડવા ઈચ્છા દર્શાવી છે.

વર્તમાન કૃષિમંત્રી રાધવજી પટેલની જામનગર ગ્રામ્યની બેઠક પર સેન્સમાં દાવેદારોનો રાફડો ફાટયો

રાઘવજી પટેલ કૃષિમંત્રી

જામનગર ગ્રામ્ય-77 બેઠક પર 22 દાવેદારો નોંધાયા છે.કૃષિમંત્રી રાઘવજી પટેલની બેઠક પર પ્રબળ દાવેદારી છે તો આજ બેઠકના પૂર્વ ધારાસભ્ય વલ્લભ ધારવિયા જે 2017 માં કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા અને પક્ષપલટો કરીને ભાજપમાં આવ્યા હતા તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, જીલ્લા પંચાયતના પ્રમુખ ધરમશી ચનિયારા  પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલના પુત્ર વિપુલ પટેલે દાવેદારી કરી છે.મનપાના ડેપ્યુટી મેયર તપન પરમારે પણ આ બેઠક પર દાવેદારી કરી છે.પાટીદાર સમાજના 8 સતવારા સમાજના 12 દાવેદારો ટીકીટની માંગણી કરી છે.4 જેટલા જીલ્લા પંચાયતના સદસ્યોએ દાવેદારી કરી છે..2017મા કોંગ્રેસ માથી વલ્લભભાઈ ધારવિયાએ રાઘવજી પટેલને હરાવ્યા હતા.2019મા વલ્લભભાઈ ધારવિયાએ રાજીનામું આપી ભાજપમા જોડાયા હતા…પેટાચૂંટણીમાં ભાજપ માથી રાઘવજી પટેલ જીત મેળવી હતી…

જામનગર જિલ્લાની જામજોધપુર બેઠકમા 18 દાવેદારો નોંધાયા છે..જેમાં પૂર્વ કૃષિમંત્રી ચિમન સાપરીયા પ્રબળ દાવેદાર માનવામાં આવે છે તો પૂર્વ ધારાસભ્ય બ્રીજરાજસિંહ જાડેજાએ દાવેદારી નોંધાવી છે..ભાજપના પ્રદેશ કિશાન મોરચાના મંત્રી સુરેશ વસરાએ દાવેદારી નોંધાવી છે.જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન કે. બી. ગાગીયાએ ટીકીટની  માંગ કરી છે.આ બેઠક 2017મા કોંગ્રેસના ચિરાગ કાલરીયા જીત મેળવી હતી.બેઠક પર  કડવા પાટીદારો અને આહિર સમાજનુ વર્ચસ્વ ધરાવે છે.