હાલ વરસાદને કારણે શહેરોમા મસ મોટા ખાડાઓ પડેલ હોય છે અને વધુ વરસાદ પડવાને કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પણ બિસ્માર હાલત થઈ ગયેલ જોવા મળે છે અને લોકો ને વાહનવ્યવહારમા ઘણી તકલીફો પડી રહી હોય છે.
આવુ ધોરાજી શહેરમા પણ બન્યુ હતુ ધોરાજીમા સામાન્ય વરસાદ બાદ રસ્તાઓ ધોવાઇ ગયા હતા અને લોકો ને અકસ્માતનો ભય સતાવી રહયો હતો અને આવી જ પરિસ્થિતિનુ નિર્માણ હવે ધોરાજી તાલુકાના ગામડાઓમા પણ સામાન્ય વરસાદ પડતાની સાથે જ રસ્તાઓ બિસ્માર હાલત જોવા મળેલ છે.
એક ગામડામાથી બીજા ગામડામાં જવુ હોય ત્યારે ખખડધજ રસ્તાઓમા લોકોને અવરજવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહીયો છે. મોટરસાયકલ સ્લીપ થવાના બનાવો નાના મોટા અકસ્માત નો ભય સતાવી રહયો છે
ગ્રામજનો ને ધોરાજી થી ઉપલેટા તરફ જવા માટે ગ્રામ્ય વિસ્તારના ગામડાઓ જેવા કે ભોળા , ભોલગામડા , છાડવાવદર , ચીખલીયા ના મુખ્ય રસ્તાઓ વરસાદ બાદ ખરાબ થઈ ગયેલ છે લોકો ને ભારે તકલીફ પડી રહી છે અને વાહનવ્યવહાર મા ભારે તકલીફ થાય છે તેવુ ગ્રામજનોએ જણાવેલ અને જવાબદાર તંત્ર ને વિનંતી કરે છે કે જવાબદાર તંત્ર તાત્કાલિક ગામડાઓના બિસ્માર હાલત મા થયેલ રસ્તાઓનુ સમાર કામ કરવામા આવે છે.
રિપોર્ટ: વિપુલ ધામેચા ધોરાજી