ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થયા પહેલા ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ગઠબંધન કરવા આતે આમંત્રણ આપ્યું છે. કોંગ્રેસના મોટા નેતા ભરતસિંહ સોલંકીએ આ આમંત્રણ આપ્યું છે. ભરતસિંહ સોલંકીએ કહ્યું કે ગુજરાતમાં ભાજપને હરાવવા આમ આદમી પાર્ટી સાથે આવે.
પાટણ રાધનપુરમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ થઈ હતી. આ દરમિયાન સભાને સંબોધતા ભરતસિંહ સોલંકીએ AAP સાથે ગઠબંધનની આડકતરો ઇશારો કર્યો હતો. ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપને હરાવવા કોંગ્રેસ કોઈપણ સાથે ગઠબંધન કરવા તૈયાર છે.