આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના! ફેક્ટરીના પ્લાન્ટમાંથી અચાનક ગેસ થયો લીક

Big tragedy in Andhra Pradesh! A gas leak suddenly occurred in the factory plant

આંધ્રપ્રદેશમાં મંગળવારે એક દુઃખદ ઘટના સામે આવી હતી. અનાકાપલ્લી જિલ્લાના અચ્યુતાપુરમમાં આવેલી ફેક્ટરીના પ્લાન્ટમાંથી અચાનક ગેસ લીક ​​થવાની ઘટના બની હતી. જોકે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈનું મોત થયું નથી.

Big tragedy in Andhra Pradesh! A gas leak suddenly occurred in the factory plant

 આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં સ્થિત એક અજાણ્યા કારખાનામાંથી ઝેરી ગેસનું અચાનક લીક થવાનું શરૂ થયું. આ ફેક્ટરી પ્લાન્ટ અનાકાપલ્લી જિલ્લાના અચ્યુતાપુરમમાં આવેલી છે. ફેક્ટરીના પ્લાન્ટમાંથી અચાનક ગેસ લીક ​​થવાને કારણે સીડ પ્લાન્ટમાં કામ કરતી 50 થી વધારે મહિલાઓ બીમાર પડી હતી. ગેસ લીક ​​થવા દરમિયાન તે ફેક્ટરીમાં કામ કરી રહી હતી તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 

Big tragedy in Andhra Pradesh! A gas leak suddenly occurred in the factory plant

મંગળવારે જ્યારે આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં સ્થિત એક ફેક્ટરી પ્લાન્ટમાંથી અચાનક ઝેરી ગેસ લીક ​​થવાનો મામલો સામે આવ્યો ત્યારે પ્લાન્ટમાં કામ કરતી મહિલા કર્મચારીઓને અચાનક ઉલ્ટી ઊબકા થવા લાગ્યા હતા. 

Big tragedy in Andhra Pradesh! A gas leak suddenly occurred in the factory plant

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝેરી ગેસ લીક ​​થવાની આ ઘટના અનકાપલ્લી જિલ્લાના અચ્યુતાપુરમમાં બની હતી. પરંતુ, એક ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક ​​થયો છે. અધિકારીઓનાં કહેવા અનુસાર બ્રાન્ડિક્સ ફેક્ટરીમાં કામ કરતા 100 થી વધુ કામદારો ઝેરી ગેસ લીક ​​થવાને કારણે બીમાર પડ્યા છે. આ ફેક્ટરીમાં કુલ 4 હજાર મહિલા કામદારો વિવિધ શિફ્ટમાં કામ કરે છે.