Site icon Meraweb

KBCમાં અમિતાભ બચ્ચનનો મોટો ખુલાસો! કહ્યું સરકારી નોકરી માટે બહુ ચપ્પલ ઘસ્યા હતા

Big revelation of Amitabh Bachchan in KBC! He said that he wore many slippers for the government job

કોણ બનેગા કરોડપતિ 14ના લેટેસ્ટ એપિસોડમાં હોસ્ટ અમિતાભ બચ્ચને એક નવો ખુલાસો કર્યો. 11 ઓગષ્ટનો આ એપિસોડ પહેલાની રોલ ઓવર સ્પર્ધક શ્રુતિ દુર્ગાથી શરૂઆત થઇ જે પહેલાના એપિસોડ સુધી 50 લાખ રૂપિયા જીતી ગઇ હતી. જો કે, તે આગળ ના રમી શકી અને તેણે હોટ સીટ છોડવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ ક્વિજમાં રમવા બેઠી ભોપાલની સંપદા સરાફ ગુર્જર. 27 વર્ષની સંપદા ડેપ્યુટી કલેકટર છે અને તેનો પતિ ભોપાલ પોલીસમાં ડીએસપી છે. આ એપિસોડમાં સોનુ સુદે પણ થોડો દેખાવ આપ્યો અને કોવિડ઼ 19 મહામારી દરમ્યાન મદદ  કરવા માટે સંપદાનો આભાર માન્યો. સંપદા સાથે વાતચીત કરતી વખતે બિગબીએ જણાવ્યું કે તેમણે ઘણી વખત સિવિલ સર્વિસ એક્ઝામ આપી અને નાપાસ થયા. 

જ્યારે સંપદા હોટ સીટ પર પહોંચી તો જણાવ્યું કે તે મધ્ય પ્રદેશમાં ડેપ્યુટી કલેકટર છે તો બિગબીએ હળવા અંદાજમાં તેમને કહ્યું, સરકાર છો તમે તો. જેના પર બચ્ચન સાહેબની હિટ ફિલ્મ તરફ ઈશારો કરતા સંપદાએ જવાબ આપ્યો, સરકાર તમે છો. ત્યારબાદ બિગબીએ કહ્યું કે તેઓ ઘણા સ્પર્ધકને મળ્યાં છે, જેમણે જણાવ્યું કે તેઓ સિવિલ સર્વિસ એક્ઝામ માટે પ્રયાસ કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે આ પરીક્ષા ખૂબ મુશ્કેલ હોય છે અને થોડા પ્રયાસો બાદ અનેક લોકો તેને છોડી દે છે. અહીં બિગબીએ ખુલાસો કરતા કહ્યું, મેં પણ કોલેજ બાદ ઘણી વખત સિવિલ સર્વિસની એક્ઝામ માટે પ્રયાસ કર્યો. પરંતુ હું પાસ ના કરી શક્યો. નાપાસ થયો.