માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરે શનિવારે ન્યૂઝ એજન્સી ANIના ટ્વિટર એકાઉન્ટને બ્લોક કરી દીધું છે. ANI એડિટર સ્મિતા પ્રકાશે જણાવ્યું કે માઇક્રો-બ્લોગિંગપ્લેટફોર્મ ચલાવવા માટે લઘુત્તમ વય માપદંડને પૂર્ણ ન કરવા બદલ Twitter એ Asian News International (ANI)નું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું છે.
સમાચાર એજન્સી ટ્વિટર હેન્ડલ પર ‘This account does not exist’ મેસેજ દેખાય છે.
સ્મિતા પ્રકાશે ટવિટરથી મોકલેલા મેઇલનો સ્ક્રીનશોટ શેર કરતા કહ્યું કે, ANIનું ટ્વીટર હેન્ડલ લોક કરી દેવામાં આવ્યું છે. મેલમાં લખવામાં આવ્યું છે કે, “Twitter એકાઉન્ટ બનાવવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 13 વર્ષની હોવી જોઈએ. Twitterએ નક્કી કર્યું છે કે, તમે આ વય જરૂરિયાતોને પૂર્ણ કરતા નથી, તેથી તમારું એકાઉન્ટ લૉક કરવામાં આવ્યું છે અને ટ્વીટર પરથી હટાવી દેવામાં આવશે.
સ્મિતા પ્રકાશે ટ્વીટ કરતા કહ્યું કે,“જે લોકો ANIને ફોલો કરે છે તેમના માટે ખરાબ સમાચાર છે. ભારતની સૌથી મોટી સમાચાર એજન્સી જેના 7.6 મિલિયન ફોલોવર છે તેને બંધ કરીને આ એક મેલ મોકલ્યો છે.
પ્રકાશે વધુમાં ઉમેર્યું કે ANI દ્વારા તમામ અપડેટ મેળવવા માટે અમારા ગ્રુપના અન્ય બે એકાઉન્ટ ANI DIGITAL અને ANI HINDI NEWS ને ફોલો કરી શકો છો.