રંગીલા રાજકોટની પ્રજા પણ રંગીલી અને ઉત્સવપ્રિય છે. તેમજ દરેક તહેવાર ધામ-ધુમથી ઉજવે છે. જન્માષ્ટમીના તહેવારમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં લોકમેળો યોજાય છે. પરંતુ રાજકોટનો લોકમેળો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે અને સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. લાખો લોકોની મેદની આ લોકોમેળામાં આવે છે. લાખો લોકોને રોજગારી મળે છે. લોકોમેળો ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરે છે.
કોરોના મહામારી બાદ બે વર્ષના સમય પછી રાજકોટ અને સૌરાષ્ટ્રનો સૌથી લોકપ્રિય જન્માષ્ટ્મિનો મેળો યોજવા જઇ રહ્યો છે. રાજકોટમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકોમેળો યાજાય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે મેળો યોજાય શક્યો ન હતો. પરંતુ આ વર્ષે લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. જેની તૈયારીઓ જીલ્લા કલેક્ટર દ્વારા શરૂ કરવામાં આવી છે. ઓગસ્ટ મહીનામાં જન્માષ્ટમીના તહેવાર ઉપર 5 દિવસ લોકમેળાનું આયોજન થશે. આગામી 17 થી 21 ઓગસ્ટ દરમિયાન આ મેળો યોજાવા જઈ રહ્યો છે. જેને લઈને 12 સમિતીઓની રચના કરવામાં આવી છે. આ સાથેજ મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજકોટના મેળામાં તંત્ર દ્વારા માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે.
આ મેળો રેસકોર્ષના ગ્રાઉન્ડમાં યોજાવાનો છે. તૈયારીઓના ભાગરૂપે આગામી સમયમાં હજુ વધુ બેઠકો યોજાવાની છે. તેમજ આગામી સમયમાં સ્ટોલ માટેના ફોર્મ વિતરણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત દર વર્ષે મેળાને એક અલગ નામ આપવામાં આવતું હોય છે. જેના માટે સ્પર્ધા પણ રાખવામાં આવતી હોય છે. તેમજ ફાયર સેફ્ટી, પાર્કિંગ નિયમન વગેરે માટે વ્યવસ્થાની તૈયારીઓ કરવામાં આવતી હોય છે. મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. દેશમાં વધતાં કોરોના કેસને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા રાજકોટના લોક મેળામાં માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ખાસ કરીને નિયમનો ભંગ કરનારને દંડવામાં આવશે.