રાજ્યમાં આગામી ચૂંટણીને લઈને બદલી અને બઢતીનો દૌર યથાવત છે ત્યારે પોલીસ કોન્સ્ટેબલ / હેડ કોન્સ્ટેબલ / આસિસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (બિન હથિયારી) વર્ગ-3ને પોલીસ સબ ઈન્સ્પેક્ટર (બિન હથિયારી) સહિતના 383 પોલીસ જવાનોનો બઢતી-બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. પોલીસ સબ ઈન્સ્પેક્ટર (બિનહથિયારી) તરીકે નિમણુક આપવાના વિગતવાર હુકમો ન થાય ત્યાં સુધી હાલની ફરજના સ્થળે પોલીસ સબ ઈન્સ્પેક્ટર (બિનહથિયારી) તરીકે હાજર ગણી નિમણુક માટે પ્રતિક્ષામાં રાખવામાં આવ્યા હતા, જેમને લિસ્ટમાં જણાવેલ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (બિનહથિયારી)ના જણાવેલ કચેરી ખાતે નિમણુક આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.












