BIG BREAKING: ચૂંટણી પંચે બોલાવી પત્રકાર પરિષદ, હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોની થઈ શકે છે જાહેરાત આ તારીખોમાં થઇ શકે છે ગુજરાત ચૂંટણીની જાહેરાત

દેશનું ચૂંટણી પંચ આજે મહત્વની જાહેરાત કરે તેવી શક્યતા સામે આવી છે. આ અંતર્ગત ચૂંટણી પંચે આજે બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ કોન્ફરન્સમાં હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે.પ્રેસ કોન્ફરન્સ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાશે. જો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની હાલ જાહેરાત થવાની શક્યતાઓ નહીંવત છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની ચૂંટણીનું એલાન 20- 22 ઓક્ટોબર પછી થાય તેવી સંભાવના સેવાઈ રહી છે.

  • દિલ્હીમાં આજે બપોરે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ
  • હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખની થઈ શકે છે જાહેરાત
  • ગત વખતે 10 ઓક્ટોબરના રોજ હિમાચલની ચૂંટણી થઈ હતી જાહેર
  • આજની ઘોષણામાં ગુજરાતની મતગણતરી ની તારીખ નો આવી શકે છે અંદાજ
  • હિમાચલની વેધર કન્ડિશનના કારણે દર વખતે ચૂંટણીની જાહેરાત થાય છે વહેલી
  • ગુજરાતની ચૂંટણીનું એલાન 20- 22 ઓક્ટોબર પછી થાય તેવી સંભાવના

ગુજરાતમાં વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બરમાં અને હિમાચલ પ્રદેશમાં નવેમ્બરમાં પૂરો થાય છે. હાલમાં બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે.2017ની ચૂંટણીમાં ભાજપે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 99 બેઠકો જીતી હતી. કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. ચૂંટણી બાદ ભાજપ દ્વારા વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. જો કે સપ્ટેમ્બર 2021માં રૂપાણીના સ્થાને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

ગુજરાતમાં 2017માં 9 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી મતદાન થયું હતું. પરિણામ 18 ડિસેમ્બરે આવ્યા હતા. ગુજરાત વિધાનસભામાં બહુમતી માટે 92 બેઠકો જરૂરી છે. તે જ સમયે, હિમાચલ વિધાનસભાની 68 બેઠકો માટે 9 નવેમ્બર 2017ના રોજ મતદાન થયું હતું. ભાજપે 68માંથી 44 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. જયરામ ઠાકુરને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.

ગઈ વખતે 10 ઓક્ટોબરે હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર થઈ હતી. આજની જાહેરાતમાં ગુજરાતની મતગણતરીની તારીખનો અંદાજ આવી શકે છે. હિમાચલ પ્રદેશની વેધર કન્ડિશનના કારણે દર વખતે ચૂંટણીની જાહેરાત વહેલી થાય છે.

વડાપ્રધાન મોદી 19 અને 20ના રોજ રાજકોટ અને જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે. જે સરકારી કાર્યક્રમ છે એટલે ગુજરાતની જાહેરાત થાય એવું લાગતું નથી. ગુજરાતની ચૂંટણીનું એલાન 20- 22 ઓક્ટોબર પછી થાય તેવી સંભાવના વર્તાવાઈ રહી છે.