મોટા સમાચાર : મહાકાય ન્યારા એનર્જી કંપનીમાં વાલ રીપેરીંગ સમયે અકસ્માત સર્જાતા 10 લોકો દાઝયા બે ની હાલત ગંભીર

“7મી ઓગસ્ટ, 2023ના રોજ વેક્યુમ રેસિડ્યુ પાઇપલાઇનની સફાઈ દરમિયાન ન્યારા રિફાઈનરીમાં સલામતી સંબંધિત એક ઘટના બની હતી.જે પાઇપલાઇનમાંથી ગરમ પાણી ઉડતા દસ જેટલા કર્મચારીઓ દાઝયા છે.

ન્યારા એનર્જી રિફાઈનરીમાં કોન્ટ્રાક્ટ સંબંધિત કામ કરતી એજન્સી આર.બી. ઇન્ફ્રા કંપનીના કર્મચારીઓ દાઝયા છે.બે લોકોની હાલત ગંભીર હોવાથી તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બે લોકો 60 થી 65% દાઝયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.અને અન્ય કર્મચારીઓ જે 30 થી 35% દાઝેલા છે તેઓને જામનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ઈજાગ્રસ્ત કામદારોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને તમામ તબીબી અને સંબંધિત સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ કમનસીબ ઘટનાનું કારણ શોધવા માટે આંતરિક તપાસ કરવામાં આવશે.