આંધ્રપ્રદેશના અમલાપુરમમાં કોનસીમા જિલ્લાનું નામ બદલવાને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. છેલ્લા કેટલાક સમયથી જિલ્લાનું નામ ન બદલવાની માંગ સાથે વિરોધ શરૂ થયો હતો ત્યારે હવે આ વિરોધે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે.

વાસ્તવમાં કોનસીમાનું નામ બદલીને બીઆર આંબેડકર કરવાની વાત ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જેઈસીએ આજે મંગળવારે અમલાપુરમમાં સ્થાનિક કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો હતો. જોકે, મામલાની ગંભીરતાને જોતા પોલીસે આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી હતી પરંતુ તેમ છતાં પોલીસ હિંસક ટોળાને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહી હતી.
મળતી માહિતી મુજબ, પથ્થરમારામાં DSP કોનસીમા બેભાન થઈ ગયા છે અને SP સુબ્બરેડ્ડી પણ ઘાયલ થયા છે .વિરોધ દરમિયાન પરિવહન મંત્રી પી. વિશ્વરૂપના આવાસને આગ ચાંપી દેવામાં આવી હતી. જો કે, આ દરમિયાન મંત્રી તેમના ઘરેથી નાસી છૂટ્યા હતા અને પરિવારના સભ્યોને પોલીસે બચાવી લીધા હતા.





















