ન્યૂયોર્કના બ્રુકલિનમાં સબવે સ્ટેશન પર ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં સંખ્યાબંધ લોકોને ગોળીઓ વાગી છે. ફોક્સ ન્યૂઝના રિપોર્ટ અનુસાર આ ફાયરિંગમાં 13 લોકોની હાલત ગંભીર છે. હુમલાખોરો મોંઢા પર ગેસના માસ્ક પહેરીને આવ્યા હતા. એક વ્યક્તિની ધરપકડ થઈ હોવાના અહેવાલો પણ છે. બ્રુકલિન સબવે સ્ટેશનમાં અનેક લોકોને ગોળી મારવામાં આવી છે અને આ સ્થળ પર ઘણા અજાણ્યા ઉપકરણો પણ મળી આવ્યા છે. આ તપાસ પ્રાથમિક છે. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર ફાયરિંગ કરનાર વ્યક્તિ કેટલાક નાના બોમ્બ સાથે સ્ટેશનમાં ઘુસ્યો હતો. તેના હાથમાં બંદૂક પણ હતી. વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને હુમલાખોરની શોધ ચાલી રહી છે. મોતનો આંક હજુ પણ વધી શકે છે.
ન્યૂયોર્કમાં થયેલો આ હુમલો આતંકવાદી કૃત્ય છે કે કેમ એ અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી થઈ. સ્થાનિક સમય પ્રમાણે સવારે 8-30 વાગ્યે ન્યૂયોર્ક સબ-વે (મેટ્રો ટ્રેન)ના 36મી સ્ટ્રીટ સ્ટેશન પાસે આ ઘટના બની હતી.આ ઘટના પછી અધિકારીઓએ લોકોને ત્યાંથી દૂર રહેવા ચેતવણી આપી હતી. આ ઘટનાને કારણે ચાર લાઈનો પર ટ્રેનો મોડી પડી હતી. આ ફાયરિંગમાં ઘણા ઘાયલ પણ થયા હોવાનું કહેવાય છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ જ સમયે પોલીસ દ્વારા સ્થળ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સમગ્ર ન્યૂયોર્ક શહેરમાં સબવે સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આ હુમલો અમેરિકન સમય અનુસાર સવારે આઠ વાગ્યે કરવામાં આવ્યો હતો. આ તે સમય હતો જ્યારે ઘણા લોકો મેટ્રોમાં મુસાફરી કરે છે અને સ્ટેશન પર પણ ભારે ભીડ હોય છે. આ હુમલામાં કેટલા આરોપીઓ સામેલ છે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી બહાર આવી નથી. પરંતુ પોલીસને હજુ સુધી સ્થળ પરથી કોઈ વિસ્ફોટક સામગ્રી મળી નથી. લોકોને કંઈપણ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

ન્યૂયોર્કમાં મંગળવારે સવારે અનેક લોકોને ગોળી મારી દેવામાં આવી હતી. આ ઘટના ન્યૂયોર્કના બ્રુકલિન સબવે સ્ટેશન પર બની હતી. ન્યૂયોર્ક સિટી ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ પણ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે ઘણા લોકોને ગોળી વાગી હતી.
ન્યૂયોર્ક ટાઈમ્સે તેના અહેવાલમાં કુલ પાંચ લોકોને ગોળી મારવામાં આવી હોવાનું જણાવ્યું.
ન્યૂયોર્ક ટાઈમ્સે તેના અહેવાલમાં કુલ પાંચ લોકોને ગોળી મારવામાં આવી હોવાનું જણાવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના બાદ સ્ટેશન પર ધુમાડો છવાઈ ગયો હતો. હાલ તો પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં એવી વિગત સામે આવી હતી કે હુમલો કરનારે કન્સ્ટ્રક્શન વર્કરનો ડ્રેસ પહેર્યો હતો અને ગેસ માસ્ક પહેર્યું હતું. તેના એવા દેખાવને કારણે પણ લોકોમાં ડર ફેલાયો હતો.
વિસ્ફોટ થતાં લોકોમાં ડરનો માહોલ ઉભો થયો
સવારના સમયે જ્યારે ટ્રેનોમાં અને સ્ટેશન પર ખાસ્સી ભીડ હોય ત્યારે જ આ વિસ્ફોટ થતાં લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો. લોકો સ્ટેશન છોડીને ભાગવા લાગ્યા હતા. જ્યારે કેટલાક ઘાયલ થઈને જમીન પર પડ્યા હતા.આ ઘટના પછી ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ હરકતમાં આવી ગયો છે અને આતંકી હુમલા સહિતના દૃષ્ટિકોણથી તપાસ ચલાવી રહ્યો છે.

આ ઘટના પછી ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું હતું કે હવે મેટ્રો સ્ટેશન પર કોઈ એક્ટિવ વિસ્ફોટક હાજર નથી. જો કોઈને આ ઘટના વિશે માહિતી હોય તો તે તુરંત પોલીસનો સંપર્ક કરે.
