BIG BREAKING : મુંબઈ એરપોર્ટ પર ચાર્ટર પ્લેન ક્રેશ, વિમાનમાં 6 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા

મુંબઈ એરપોર્ટ પર ચાર્ટર પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેનમાં 6 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિ થયાના અહેવાલ સામે આવ્યા નથી.

મુંબઈ એરપોર્ટ પર ગુરૂવારે (14 સપ્ટેમ્બર)એ લેન્ડિગ કરતા સમયે એક પ્રાઈવેટ ચાર્ટર વિમાન ક્રેશ થઈ ગયું. વિમાનમાં 6 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. ડીજીસીએએ કહ્યું કે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચારની માહિતી નથી મળી.

ડીજીસીએએ જણાવ્યું કે, ચાર્ટર પ્લેન વિશાખાપટ્ટનમથી મુંબઈ આવી રહ્યું હતું. વિશાખાપટ્ટનમથી ટેકઓફ ભરનાર વીએસઆર વેન્ચર્સ લિયરજેટ 45 વિમાન વીટી-ડીબીએલ મુંબઈ હવાઈ મથકે રનવે-27 પર લેન્ડિંગ સમયે લપસી ગયું હતું. વિમાનમાં 6 મુસાફરો અને 2 ક્રૂ સભ્યો સવાર હતા. ભારે વરસાદના કારણે વિઝીબિલીટી 700 મીટર હતી.

એરપોર્ટ પર તમામ પ્લેનોનું લેન્ડિંગ અને ટેકઓફ હાલ પુરતું બંધ

પ્લેન ક્રેશ થયા બાદ મુંબઈ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ તેમજ બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. એરપોર્ટ પર તમામ પ્લેનોનું લેન્ડિંગ અને ટેકઓફ હાલ પુરતું બંધ કરી દેવામાં આવ્યું છે.