Site icon Meraweb

હિમાચલ પ્રદેશમાં થયો મોટો અકસ્માત : કુલ્લુમાં બસ ખીણમાં પડતા સ્કૂલના બાળકોના મોત

Big accident in Himachal Pradesh: School children die when bus falls into valley in Kullu

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે જેમાં 10થી વધુ લોકોના મોત થયા હોવાનું માનવામાં આવે છે. જેમાં શાળાના બાળકોનાં મોતનો ઉલ્લેખ જોવા મળ્યો છે. આ ઉપરાંત ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આસપાસના લોકોએ પણ બચાવ કાર્ય શરુ કર્યા હતા જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના આજે  સવારે લગભગ 8.30 વાગ્યે થઈ હતી.

બસ શનશરથી ઓટ જઈ રહી હતી. ડેપ્યુટી કમિશનરએ જણાવ્યું છે કે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 16 મૃતદેહો મળી આવ્યા છે. તેમજ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માત એટલો મોટો હતો કે બસ ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. જેને લઈને બસની અંદર લોકોના મૃતદેહ ફસાઈ જતાં તેમને બહાર કાઢવું મુશ્કેલ હતું.