Site icon Meraweb

ભૂપેન્દ્ર પટેલે કચ્છ અને જામનગરના પશુધનમાં લમ્પી સ્કીન ડિસીઝના ઇલાજ અંગે આપી સૂચનાઓ

Bhupendra Patel gave instructions on treatment of lumpy skin disease in livestock of Kutch and Jamnagar.

કચ્છ અને જામનગર જિલ્લાના પશુધનમા વ્યાપક પ્રમાણમાં જોવા મળેલા રોગચાળા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલ અભિગમ દર્શાવી આ રોગચાળા સામે રક્ષણાત્મક ઉપાયો હાથ ધરવા ખાસ સૂચનાઓ આપી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશુધનમાં લમ્પી સ્કીન ડિસીઝના ઇલાજ તથા પશુઆરોગ્ય રક્ષા માટે પશુપાલન નિયામકને આ બે જિલ્લાઓમાં પુરતા વેક્સિનેશન, દવાઓના જથ્થા સાથે વધારાની મેડીકલ ટીમ તાત્કાલિક ધોરણે મોકલવા સુચનાઓ આપી છે.મુખ્યમંત્રીએ આ અસરગ્રસ્ત જિલ્લાઓમાં અન્ય જિલ્લામાંથી વેટરનરી ડૉકટરોની વધારાની ટીમ પહોચાડીને સત્વરે રસીકરણ અને રોગ રક્ષણાત્મક ઉપાયો હાથ ધરવા પણ તાકીદ કરી છે