દ્વારકા જિલ્લાના ભાણવડમાં આજનો એક બનાવ જેના કારણે હોળીના તહેવારનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો છે.ત્રિવેણી સંગમ નદીમાં ન્હાવા ગયેલા પાંચ તરુણો એકી સાથે ડૂબી જતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ ફેલાયો છે…એકી સાથે 5 તરુણોની અંતિમયાત્રા નીકળતા પરિવારોમાં આક્રંદ જોવા મળ્યો.ભાણવડ વિસ્તારની આ ઘટનાના પગલે વિસ્તારના તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખીને શોક વ્યક્ત કર્યો હતો.એકી સાથે 5 તરુણોની નનામી નીકળતા સમગ્ર ભાણવડ પંથકમાં કરુણ દૃશ્યો જોવા મળ્યા હતા.
ભાણવડમાં ત્રિવેણી નદીમાં એકી સાથે ડૂબી જનાર જીતભાઈ ભરતભાઈ કવા , હેમાંશુંભાઈ ભરતભાઈ રાઠોડ , ભૂપેનભાઈ મુકેશભાઈ બગડા , ધવલભાઈ ભાણજીભાઈ ચંડેગરા અને હિતાર્થે અશ્વિંગીરી ગોસ્વામી પાંચેય મિત્રોની અંતિમયાત્રા સાથે નીકળી હતી.આજે ધુળેટીના તહેવારના દિવસે હોળીના રંગમાં ભંગ પડ્યો છે.ભાણવડમાં ત્રિવેણી નદીમાં 5 યુવકો ડૂબ્યા છે.ભાણવડ નજીક આવેલ ત્રિવેણી સંગમ નદીમાં નહાવા ગયેલ 5 યુવાનો ડૂબતા અરેરાટી પ્રસરી ગઈ છે. ધુળેટી રમ્યા બાદ પાંચ યુવાનો એક સાથે ડૂબતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ છે.ઘટના સ્થળ પર પોલીસ અને ફાયર વિભાગ પહોંચી અને રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું હતું.તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા પણ તેમને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.પાંચેય યુવકો ડૂબી જતા તેમના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ છે.

