ક્રિકેટ ફેન્સ ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેચ 28 ઓગસ્ટનાં રોજ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ મેચ એશિયા કપ 2022 હેઠળ રમાશે. ટૂર્નામેન્ટની શરૂઆત શનિવારે થશે. ટૂર્નામેન્ટ પહેલા ભારતીય ખેલાડીઓએ બાકી દેશોનાં પ્લેયર્સની પણ મુલાકાત લીધી.
વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાતાવરણ ગરમ થઈ ગયું હતું. ફેન્સે મેચ પહેલા વિરાટ કોહલી અને બાબર આઝમને આ પ્રકારે મળતા જોયા, તો સોશિયલ મીડિયા પર પણ ચર્ચાઓ થવા માંડી. યૂઝર્સ જાતજાતની કમેન્ટ્સ કરવા લાગ્યા. એક યૂઝરે લખ્યું કે કોહલી સાહેબ સાથે મુલાકાત બાદ બાબર આઝમ શોકમાં છે.
આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેને બીસીસીઆઈએ ખુદ શેર કરી છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે ગળે મળી, હસીને અને વોર્મ અપ સાથે આપણે એશિયા કપની તૈયારી કરી છીએ.