છેલ્લા 14 વર્ષથી ભારતીય ટેલિવિઝન પર રાજ કરી રહેલા ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાજી અને જેઠાલાલ લોકોના ફેવરેટ કલાકાર છે. શોમાં બબીતા જી એટલે કે અભિનેત્રી મુનમુન દત્તા ગોકુલધામ સોસાયટીની સૌથી એક્ટિવ મહિલાઓમાંથી એક છે. ત્યાં જ રિયલ લાઈફમાં મુનમુન સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ સેલેબ્સમાંથી એક છે. તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તેના ફેન્સને આશ્ચર્ય જરૂર થશે.
હકીકતે મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે હંમેશની જેમ શાનદાર અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. પરંતુ અહીં ટ્વિસ્ટ એ છે કે એક જ ફ્રેમમાં બે બબીતાજી ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. બંને લુકમાં મુનમુન હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી છે. તેનો ડાન્સ પણ શાનદાર છે.
આ બે લુક્સમાં એકમાં મુનમુન ગ્રીન ટોપ અને યલો હાઈ સ્લિટ સ્કર્ટમાં જોવા મળી રહી છે સાથે આ લુકમાં તેના વાળ ખુલેલા છે. ત્યાં જ બીજા લુકમાં તે વ્હાઈટ એન્ડ ગ્રે શોર્ટ જંપસૂટમાં છે. આ લુકમાં તેણે પોતાના વાળને પોની સ્ટાઈલમાં બાંધ્યા છે.
આ વીડિયો જોઈને જ્યાં મુનમુનના ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક ફેન્સ મજાકમાં મુનમુનને પૂછી રહ્યા છે કે શું તે તેની જુડવા બહેન છે? ત્યાં જ એક યુઝરે લખ્યું છે કે તે માત્ર એક મુનમુનની અદાઓથી ઘાયલ થયો છે, હવે તે એક સાથે બે કેવી રીતે સહન કરશે. તો સાથે જ કેટલાક લોકોએ કહ્યું છે કે હવે જેઠાલાલ બેભાન થઈ જશે.