બાબા વેંગાની ભારત માટે ભવિષ્યવાણી! દેશ પર આ મોટું સંકટ આવશે?

Baba Venga's prophecy for India! Will this big crisis come to the country?

બલ્ગેરિયાના મહિલા ફકીર બાબા વેંગાની ભવિષ્યવાણીઓ હંમેશા ચર્ચામાં રહે છે અને તેમણે માત્ર પોતાના દેશ માટે જ નહીં પરંતુ ભારત સહિત સમગ્ર દુનિયા માટે ભવિષ્યવાણીઓ કરી હતી. ભારતને લઈને બાબા વેંગાની એક ભવિષ્ણવાણીએ લોકોની ચિંતા વધારી છે. જેમાં તેમણે કહ્યું હતું કે વર્ષ 2022માં ભારતમાં દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થઈ શકે છે. અત્રે જણાવવાનું કે બાબા વેંગાએ વર્ષ 2022 માટે અનેક ભવિષ્યવાણીઓ કરી હતી જેમાંથી 2 સાચી પડી છે. 

ભારતમાં 2022માં આવશે ભૂખમરો- બાબા વેંગા
ધ સનના રિપોર્ટ મુજબ બાબા વેંગાએ ભારતને લઈને ડરામણી ભવિષ્યવાણી કરી હતી. જણાવ્યું હતું કે વર્ષ 2022માં દુનિયાભરમાં તાપમાનમાં ઘટાડો થશે જેનાથી તીડનો પ્રકોપ વધી જશે. તીડના ઝૂંડ ભારત પર હુમલો કરશે જેનાથી પાકનું ખુબ નુકસાન થશે અને દેશમાં દુષ્કાળની સ્થિતિ પેદા થશે. ભારતમાં ભીષણ ભૂખમરાની સ્થિતિ પેદા થઈ શકે છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2020માં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશમાં તીડના ટોળા ત્રાટક્યા હતા અને પાક નાશ કર્યો હતો. 

Baba Venga's prophecy for India! Will this big crisis come to the country?

આ વર્ષે 6માંથી 2 ભવિષ્યવાણીઓ સાચી પડી
બાબા વેંગાએ વર્ષ 2022 માટે 6 ભવિષ્યવાણી કરી હતી જેમાંથી અત્યાર સુધીમાં 2 સાચી પડતી જોવા મળી રહી છે. એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે બાબા વેંગાની અન્ય 4 ભવિષ્યવાણીઓ પણ સાચી પડી શકે છે. 

આ 2 ભવિષ્યવાણી સાચી પડી
બાબા વેંગાએ કેટલાક એશિયાઈ દેશો અને ઓસ્ટ્રેલિયામાં પૂરને લઈને ભવિષ્યવાણી કરી હતી. અત્રે જણાવવાનું કે ઓસ્ટ્રેલિયામાં ભીષણ વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ છે, જ્યારે પાકિસ્તાનમાં પૂરથી સતત હાલાત ખરાબ થઈ રહ્યા છે અને અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. આ ઉપરાંત બાબા વેંગાએ અનેક શહેરોમાં પાણીની કમીની પણ ભવિષ્યવાણી કરી હતી. હાલ પોર્ટુગલમાં પાણીની અછત છે, જ્યારે ઈટાલીમાં દુષ્કાળ જોવા મળી રહ્યો છે. 

Baba Venga's prophecy for India! Will this big crisis come to the country?

શું આ 4 ભવિષ્યવાણી સાચી પડશે?
બાબા વેંગાએ વર્ષ 2022ને લઈને ભવિષ્યવાણીઓ કરી જેમાં સાઈબેરિયામાં એક નવો ઘાતક વાયરસ સામે આવવાની વાત સામેલ છે. આ ઉપરાંત તેમણે એલિયન એટેક, તીડના હુમલા અને વર્ચ્યુઅલ રિયાલિટીમાં વૃદ્ધિની પણ ભવિષ્યવાણી કરી હતી. 

કોણ છે બાબા વેંગા
બાબા વેંગા એક મહિલા ફકીર હતા જેઓ  પોતાની ભવિષ્યવાણીઓ માટે જાણીતા હતા. બાબા વેંગાનો જન્મ 1911માં બલ્ગેરિયામાં થયો હતો. ફક્ત 12 વર્ષની ઉંમરમાં તેમણે પોતાની બંને આંખ ગુમાવી દીધી હતી. પરંતુ દાવો કરાય છે કે ઈશ્વરે તેમને દિવ્ય દ્રષ્ટિ આપી હતી. એટલે જ તેમની આંખોની રોશની જતી રહી હતી.  રિપોર્ટ્સ મુજબ બાબા વેંગા એક તોફાન દરમિયાન ગૂમ થઈ ગયા હતા અને જ્યારે મળ્યા ત્યારે આંખો રેત અને ધૂળથી ઢંકાયેલી હતી. એવું કહેવાય છે કે તેમનો પરિવાર ખુબ ગરીબ હતો અને તેમી પાસે સારવાર માટે પૈસા પણ નહતા. જેના કારણે તેમણે આંખો ગુમાવી દીધી. બાબા વેંગાનું 1996માં મોત થઈ ગયું અને તે પહેલા તેમણે અનેક મોટી ભવિષ્યવાણી કરી હતી. એવું પણ કહેવાય છે કે તેમની ભવિષ્યવાણીઓ ક્યારેય લખાઈ નથી પરંતુ તેમણે આ ભવિષ્યવાણીઓ પોતાના અનુયાયીઓને જણાવી હતી.