Site icon Meraweb

અલગ અલગ સમયે બે વખત એક જ બેંકમાં ચોરીનો પ્રયાસ કરવા છતાં BA પાસ યુવાન નિષ્ફળ

સાઇકલ લઇને બેંકમાં ચોરી કરવા ગયેલ યુવાન પોલીસના ઝપટે ચડી ગયો

કહેવત સાચી છે કે” ન હોય ત્યારે કકરાવાના પણ ન હોય” બીએનો અભ્યાસ કરતો આ શખ્સ બે વખત એક ને એક બેંકમાં ચોરી કરવા ગયો છતાં બંને વખતે નિષ્ફળ થયો અને આ વખતે તેને પૈસાની ખૂબ જ જરૂરિયાત હતી જેથી તે સાયકલ લઈને બેંકમાં ચોરી કરવા ગયો હતો. આ શખ્સ જાણતો હતો કે આ બેંકમાં સિક્યુરિટી ગાર્ડ કે એવી કોઈ વ્યવસ્થા નથી માટે તેને બીજી વખત આ જ બેન્કને ટાર્ગેટ કરીને ચોરી કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર આવેલ પંજાબ નેશનલ બેંકની બ્રાન્ચમાં એક યુવાન દ્વારા બે દીવસ પૂર્વે તાળા તોડીને બેંકમાં ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો… બેંકની બહારના સતરનું તાળું તોડી અંદર પ્રવેશ મેળવ્યા બાદ અંદર આમતેમ આંટાફેરા કરી પરંતુ રોકડ રકમ હાથે ન લાગતા રોકડ રકમ તો ના મળી પરંતુ પોલીસ સામે ભટકી ગઈ.

બેંકના મેનેજરને જાણ થતા બેંક મેનેજર દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસ કરતા ચોરી કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

ચોરની ખૂબ જ રસપ્રદ કહાની

જામનગરની પંજાબ નેશનલ બેંકમાં ચોરીનો પ્રયાસ કરનાર શખ્સ ની ખૂબ જ રસપ્રદ કહાની છે. શંકર કૌશલ્ય નામના ઈસમ દ્વારા બી પર જોઈ વાવાઝોડા સમયે આ જ બેન્કમાં તાળા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એ સમયે હથોડો લઈને તાળું તોડવા ગયો હતો પરંતુ હથોડાથી બેંકનું તાળું ન તૂટતા તે સમયે પણ તેનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.. ત્યારે એક વર્ષ બાદ ફરીથી એ જ બેંકમાં ઓનલાઇન ઇલેક્ટ્રીક કટર ઓર્ડર કરીને તાળું તોડીને આ શખ્સ બેંકમાં અંદર પ્રવેશી તો ગયો પરંતુ બેંકમાં આટા ફેરા કર્યા હોવા છતાં પણ બેંકમાંથી પણ તેને કાંઈ ન મળ્યું.