Site icon Meraweb

અમદાવાદમાં Olympic District ઉભું કરવા AUDAએ અહીં પસંદ કરી વિશાળ જગ્યા

AUDA has chosen a large space here to set up an Olympic District in Ahmedabad

2036નું ઓલિમ્પિક ભારતમાં થાય તે માટેની તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા શરુ કરી દેવામાં આવી છે. તેમજ આ ઓલિમ્પિકનું આયોજન અમદાવાદની આસપાસ થઇ શકે તે માટે સ્પોર્ટ્સ ફેસિલિટી ઉભી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા ભાટ ગામ પાસે 9.5 લાખ સ્ક્વેર મીટર જમીન પસંદ કરીને તે અંગે વધુ વિચારણા કરવામાં આવી રહી છે.TP સ્કીમ 238 અને 80માં આવતી જે જમીન જોવામાં આવી છે અને તે જમીન ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, સરદાર સરોવર નિગમ લિમિટેડ (SSNL) અને વન વિભાગ જેવી વિવિધ સરકારી વિભાગોની છે. તેમજ હવે આ પસંદગી કરાયેલ જમીન પર સ્પોર્ટ્સને લગતી જરુરી સુવિધાઓ ઉભી કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે, આ ઉપરાંત સ્પોર્ટ પર્સનની રહેવા માટેની જે જગ્યા હોય અને અહીં મેચ જોવા માટે આવનારા દર્શકો રહી શકે અને તે માટે હોટલની વ્યવસ્થા પણ સારી હોય.

AUDAએ બોપલ નજીક મણિપુર-ગોધાવી ખાતે 200 એકર જમીન પર ઓલિમ્પિક્સ વિલેજ અને રમત પ્રશિક્ષણ સુવિધાઓ સ્થાપવાની પ્રક્રિયામાં પણ હાથ ધરીં છે.રાજ્ય સરકારે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની નજીકમાં 236 એકર જમીન પર સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું પણ આયોજન કર્યું છે. માહિતી મુજબ AUDAએ પ્રાઇસવોટરહાઉસકૂપર્સને એવી જમીન ઓળખવા માટેની કામગીરી સોંપી હતી, તેમજ તેનો ઉપયોગ ઓલિમ્પિક માટે સુવિધાઓ ઊભી કરવા માટે થઈ શકે. આ ઉપરાંત સંસ્થાએ અમદાવાદ અને ગાંધીનગરમાં પહેલેથી જ તૈયાર રમતગમત સુવિધાઓનો સર્વે મુજબ તે જોયું હતું કે ત્યાં ઓલિમ્પિક રમતો યોજવા માટે યોગ્ય છે કે નહીં અને આ સંસ્થાએ જમીનની પણ ઓળખ કરી હતી જે ઓલિમ્પિક માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે ઉપલબ્ધ કરાવી શકાય છે. જોઈએ તો AUDA દ્વારા 9.5 લાખ ચોરસ મીટર જમીનની ઓળખ કરવામાં આવી છે.