હાલ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી બેંકો પર દંડ ફટકારવા આવ્યા હતા જે બાદ હવે એક બેંકે પૈસા ઉપાડવાની મર્યાદા નક્કી કરી છે. RBI વતી મુંબઈમાં રાયગઢ સહકારી બેંક લિમિટેડ પર ઘણા પ્રકારના નિયંત્રણો મૂકવામાંઆવ્યા છે.જેમાં બેંકની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય બેંકે આ પગલું ભર્યું છે.રાયગઢ કો-ઓપરેટિવ બેંકના ગ્રાહકો માટે કેન્દ્રીય બેંક દ્વારા 15,000 રૂપિયાની ઉપાડ મર્યાદા લાદવામાં આવી છે.
આ નિયમ બાદ, સહકારી બેંકો રિઝર્વ બેંકની પૂર્વ મંજૂરી વિના લોન આપી શકશે નહીં, તેમજ કોઈ રોકાણ પણ કરી શકશે નહીં અને નવી થાપણો સ્વીકારી શકશે નહીં.રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બેંકના ગ્રાહકો તેમના બચત અને ચાલુ ખાતામાંથી 15,000 રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં. બેંક પરના આ નિયંત્રણો છ મહિના માટે લાગુ રહેશે.આ સાથે રિઝર્વ બેંકે સ્પષ્ટતા કરી છે કે રાયગઢ કો-ઓપરેટિવ બેંકને આપવામાં આવેલી સૂચનાઓનો અર્થ બેંકિંગ લાયસન્સ રદ કરવાનો નથી.