આંદોલનના ભણકારા , સાત લાખથી વધુ ગુજરાત સંયુક્ત મોરચાના કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં ,

જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્ને રાજ્યના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે.સપ્ટેમ્બર માસથી પાંચ તબક્કામાં આંદોલન જાહેર કર્યું છે.

૩ સપ્ટેમ્બર ના રોજ રાજ્યના તમામ જિલ્લામાં જિલ્લા કક્ષાએ રેલી અને કલેકટરે આવેદનપત્ર પાઠવવામાં આવશે.૧૧ સપ્ટેમ્બર રાજ્યના ઝોન કક્ષાએ રેલી અને આવેદનપત્ર , ત્યારબાદ ૧૭ સપ્ટેમ્બર રાજ્યના સમગ્ર કર્મચારીઓમાં માસ સી.એલ , ૨૨ સપ્ટેમ્બર રાજ્યના તમામ કેડરના કર્મચારીઓ દ્વારા પેન ડાઉન કરવામાં આવશે , ૩૦ સપ્ટેમ્બર રાજ્યના તમામ કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાલ કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કમરચારી મહામંડળ દ્વારા આંદોલનની તૈયારી કરી દીધી છે.અનેક રજૂઆતો બાદ પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આંદોલનની શરૂઆત કરશે.આજે જામનગરમાં સંસ્થાના કારોબારી સભ્યોની મિટિંગ યોજાઈ જેમાં શાંતિપૂર્ણ આંદોલનમાં જોડાઈ પોતાની માંગ ન સંતોષાઈ ત્યાં સુધી લડત આપવાની તૈયારી દર્શાવી…