જામનગર તા. 11: જામનગરમાં વર્લ્ડ કપની ક્રિકેટ મેચ પર પોતાના મોબાઇલ ફોનની એપ્લિકેશન મારફતે ક્રિકેટનો સટ્ટો રમનારા વધુ એક શખ્સને પોલીસે ઝડપી લીધો છે, જ્યારે તેની સાથે ક્રિકેટના સોદાની કપાત કરનારા મુખ્ય બુકીને ફરારી જાહેર કરાયો છે.
જામનગરમાં દિગવીજય પ્લોટ શેરી નંબર 55માં રહેતા નિલેશ શાંતિલાલ મુંજાલ નામના વેપારીને પોતાના મોબાઈલ ફોનની આઈડીમાં ક્રિકેટ વર્લ્ડ કપની મેચ રમી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એ. ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો, અને નિલેશ મુંજાલને રંગે હાથ ઝડપી લઇ તેની પાસેથી મોબાઇલ ફોન કરતા રૂૂ.36ની રોકડ રકમ વગેરે કબજે કર્યા હતા.
પોલીસની પૂછપરદ દરમિયાન પોતે જામનગરના ખોજા નામના બુકી સાથે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાની કબુલાત આપી હોવાથી પોલીસે શોધખોળ હાથ ધરી છે.

